Kala te ajab rachi kirtar કળા તેં અજબ રચી કિરતાર Bhajan lyrics in gujarati
કળા તેં અજબ રચી કિરતાર
એનો પામે નહી કોઇ પાર.
કળા તેં અજબ.....
એક વ્યક્તિને વસ્ત્રના વાંધા,
જમાવા મળે નહી જુવાર
અડધા નગ્ન ને ફરે ઊઘાડા,
પુત્ર નારી પરીવાર.
કળા તેં અજબ.....
એક અમન ને ચમન ઊડાવે,
પૈસાનો નહી પાર
રહેવા માટે મહેલ મજાના,
હુકમે દાસ હજાર.
કળા તેં અજબ.....
એક શરીરે આભને ઓઢે,
પૃથ્વી પાથરનાર
કાળી મજુરી કરવાં છતાંય,
બને નહીં ઘરબાર.
કળા તેં અજબ.....
"કાન" કહે કુદરત તારી કળાનો,
કોક હશે કળનાર
સૌ સૌને પ્રભુજી આપે સૌનું,
સૌનો સરજનહાર.
કળા તેં અજબ......

Comments
Post a Comment