Mile koi aiso sant fakir મીલે કોઈ ઐસો સંત ફકીર Bhajan lyrics in gujarati

મીલે કોઇ ઐસો સંત ફકીર, 
પહોંચાદે ભવ દરીયા કે તીર ......

જોખમ ભરીયો જહાજ હમારો,
નાવિક ઉતારી દે નીર,
કરણી કિનારો કોઇ તો બતાવે,
ઐસો મીલે શૂરવીર
પહોંચાદે ભવ દરીયા કે તીર .……

ધીર ગંભીર વચનોના પૂરા,
ભલે હોય ઓછું કુળ કે અમીર,
હાલ કર્મથી તુરત છુડાવે,
વો હિ હમારો પીર
પહોંચાદે ભવ દરીયા કે તીર .......

અપના તો સપને નહી માને,
સંશય નહીં શરીર,
લાભ કે હાનિ લેશ નહીં માને,
ઠરી રહે મન સ્થિર
પહોંચાદે ભવ દરીયા કે તીર .......

પાંચ કોષમાં આ પંથી ભૂલ્યો,
ક્ષત્રપતિ કે શૂરવીર,
દાસ સવો કહે દોય કર જોડી,
લક્ષ બતાદે લગીર 
પહોંચાદે ભવ દરીયા કે તીર .......

Mile koi aiso sant fakir મીલે કોઈ ઐસો સંત ફકીર Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati