Jiv Shane fare chhe guman ma જીવ શાને ફરે છે ગુમાનમાં Bhajan lyrics in gujarati
જીવ શાને ફરે છે ગુમાનમાં રે
તારે રહેવું ભાડાના મકાનમાં
બંગલાને મોટરું હોય ભલે તારે
માલ ખજાના આવે નહીં હારે
તારે આખર જાવું રે સ્મશાનમાં રે
તારે રહેવું ભાડાના .....
ખોળિયું એકદિ ખાલી કરવું રે પડશે
સગા ને વહાલા તારા પોક મૂકી રડશે
તને જમડા કહી જાશે કાનમાં
તારે રહેવું ભાડાના ......
"ગોવિંદ મેર "કહે ચેતી જા જીવડા
જવાના દિવસો આવી ગયા ઢુકડા
તને સંતો સમજાવે છે શાનમાં
તારે રહેવું ભાડાના ....

Comments
Post a Comment