Navdha bhakti ma Nirmal rehvune નવધા ભક્તિમાં નિર્મળ રહેવું ને Bhajan lyrics in gujarati
નવધા ભકિતમાં નિર્મળ રહેવું ને,
શીખવો વચનનો વિશ્વાસ
સદગુરુને પૂછીને પગલા ભરવા ને,
થઈને રહેવું તેનાં દાસ.
નવધા ભકિતમાં...........
ભાઇ રુપ રંગ રમવું નહી ને રે,
કરવો ભજનનો અભ્યાસ,
સદગુરુ સંગે નિર્મળ રહેવું ને,
તજી દેવી ફળની આશ.
નવધા ભકિતમાં...........
ભાઇદાતાને ભોકતા હરિ એમ કહેવું ને,
રહેવું નિર્મળ જ્ઞાન રે,
સદગુરુ ચરણમાં શિશ નમાવવું ને,
ધરવું ગુરુજીનું દયાન.
નવધા ભકિતમાં...........
ભાઇ અભ્યાસીને એવી રીતે રહેવું ને,
જાણવો વચનનો મરમ,
"ગંગા સતી" રે એમ બોલીયા ને રે,
છોડી દેવાં અશુભ કરમ.
નવધા ભકિતમાં...........

Comments
Post a Comment