Meru to dage pan Jena Manda dage nahi મેરુ તો ડગે પણ જેનાં મનડાં ડગે નહી Bhajan lyrics in gujarati

મેરૂ તો ડગે પણ જેના મનડાં ડગે નહી રે
ભલેને ભાંગી પડે બ્રહ્માંડ

વિપત પડે પણ વણસે નહી ને રે
સોહી હરિજનના પરમાણ
મેરૂ તો ડગે પણ............

ચિતની વૃતિ સદા નિર્મળ રાખેને
કરે નહી કોઇની આશ
દાન કરે છતાંય રહેવે અયાચક
વચનમાં રાખે વિશ્વાસ
મેરૂ તો ડગે પણ............

સુખ અને દુખની જેને આવે નહી હેડકી
આઠે પ્રહર આનંદ
નિત્ય રહે સતસંગમાંને
તોળે માયા કેરો ફંદ
મેરૂ તો ડગે પણ............

તન મન ધન કરે અર્પણ પ્રભુને
ધન્ય નિજારી નર ને નાર
એકાંતે બેસીને જો, અલખને આરાધે તો
પ્રભુજી પધારે તેને દ્વાર
મેરૂ તો ડગે પણ............

સંગતું કરાતો તમે એવાની જ કરજો
જે ભજનમાં રહેવે ભરપુર
"ગંગાસતી" રે એમ બોલિયાને રે
જેને નેણ વરસે ઝાઝા નુર
મેરૂ તો ડગે પણ............

Meru to dage pan Jena Manda dage nahi મેરુ તો ડગે પણ જેનાં મનડાં ડગે નહી Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati