Joshida mara Jos re jovo ne જોશીડા મારા જોશ રે જુઓને Bhajan lyrics in gujarati
જોશી મારા જોશ રે જુવો અમને,
કે દહાડે મળશે ઘેલો કાન
સુખડા અમારા તલ મગ જેવડાને
દુખડા છે મેરૂ સમાન
જોશી મારા .… .…
દુખડાની મારી વાલા, દુબડી થઇ છું ને
હજુયે ન આવ્યા ભગવાન
જોશી મારા .… ..
"બાઇમીરાં" ગાવે વાલા, ગિરિધરના ગુણ
શરણોમાં રાખો ઘનશ્યામ
જોશી મારા .… .

Comments
Post a Comment