Me kanuda tori govalan મેં કાનુડા તોરી ગોવાલણ Bhajan lyrics gujarati
મૈં કાનુડા તોરી ગોવાલણ, મોરલીએ લલચાણી રે
મૈં કાનુડા તોરી ગોવાલણ,
હરખે મેંતો ઈઢોણી લીધી, ભરવાને હાલી પાણી રે
ગાગર ભરોસે ગોળી લીધી, આરાની હું અજાણી રે
મૈં કાનુડા તોરી.............
ગાયના ભરોસે ગોધાને બાંધ્યો, દોહ્યાની હુ અજાણી રે
વાછરુંને ભરોસે છોકરાને બાંધ્યા, બાંધ્યા છે બહુતાણી રે
મૈં કાનુડા તોરી.............
રવાઇ ભરોસે ધુસરું લીધું, વલાવ્યાની અજાણી રે
નેતરા ભરોસે સાડી લીધી, દૂધમાં રેડ્યાં પાણી રે
મૈં કાનુડા તોરી.............
ઘેલી ઘેલી મને સહુ કોઇ કહે, ઘેલી હું રંગમાં રેલી રે
ભલે મળ્યા "મેહતા નરસિંહ"ના સ્વામી, પુરણ પ્રિત બંધાણી રે
મૈં કાનુડા તોરી.............

Comments
Post a Comment