Jagne jadva krushna govaliya જાગને જાદવા કૃષ્ણ ગોવાળીયા Bhajan lyrics in gujarati
જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
જાગને જાદવા ..........
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે ?
જાગને જાદવા ..........
દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે ?
જાગને જાદવા ..........
હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો
ભૂમિનો ભાર તે કોણ વહેશે ?
જાગને જાદવા ..........
જમુનાને તીરે ગૌધણ ચરાવતાં
મધુરીશી મોરલી કોણ વહાશે ?
જાગને જાદવા ..........
ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે
બૂડતાં બાંયડી કોણ સહાશે ?
જાગને જાદવા ..........

Comments
Post a Comment