Santne santpana nathi mafatma Malta સંતને સંતપણા રે નથી મફતમાં મળતા Bhajan lyrics in gujarati

સંતને સંતપણા રે,
 મનવા નથી મફતમાં મળતા,
નથી મફતમાં મળતા રે ,
એના મૂલ ચૂકવવા પડતાં.
સંતને સંતપણા રે...

ભરી બજારે કોઈ વેચાણા,
 કોઈ તેલ કડામાં બળતા
કાયા કાપી કાંટે તોળી ,
કોઈ હેમાળો ગળતા.
સંતને સંતપણા રે...

કરવત મેલી માથા વેર્યાને,
 કાળજા કાપીને ધરતા
ઝેર પીધાં ને જેલું ભોગવી,
 સાધુડા સુળીએ ચડતા.
સંતને સંતપણા રે...

પ્યારા પુત્રનું મસ્તક ખાંડીને,
 ભોગ સાધુને ધરતા 
ઘરની નારી દાનમાં દેતાં,
 જેના દિલ જરી નવ ડરતા.
સંતને સંતપણા રે...

પર દુઃખેરે જેનો આતમ દુઃખીયો,
 રુદિયો જેના રડતાં
માન મોહને મમતા ત્યાગી,
 જઈને બ્રહ્મમાં ભળતા.
સંતને સંતપણા રે...

ગુરુ પ્રતાપે ભણે પુરુષોતમ,
 જેના ચોપડે નામ ચડતા
એવા સંતને ભજતા જીવડાં ,
ભવના બંધન ટળતા.
સંતને સંતપણા રે...

Santne santpana  nathi mafatma Malta સંતને સંતપણા રે નથી મફતમાં મળતા Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati