Kone kahu dildani vatu કોને કહું દિલડાની વાતું Bhajan lyrics in gujarati
કોને કહું દિલડાની વાતું રે વાતું
નથી રહેવાતું હવે નથી રહેવાતું
જેને જેને કહું તે કહયું ન માને
મૂરખ ગણીને મને મારે છે લાતું
નથી રહેવાતું હવે............
ઘેલાં રે લોકડિયાં મારી ગત શું જાણે
મારા તે રૂદિયામાં કાંઇક કાંઇક થાતું
નથી રહેવાતું હવે............
દિલનાં દર્દ તો દર્દી દિલ જાણે
વૈધોને એ નથી સમાજાતું
નથી રહેવાતું હવે............
સુગરા મળે તો શાંતિ સ્થાપે
ઓલા નુગરા પાછળથી કરે છે વાતું
નથી રહેવાતું હવે............
કહે "સતાર દાસ" ભજો એક અવિનાશ
ભકિત કરતા, રહે મન રાતું
નથી રહેવાતું હવે............

Comments
Post a Comment