Nugara nahi chade nirvan નુગરા નહીં ચડે નિર્વાણ Bhajan lyrics in gujarati

નુગરા નહીં ચડે નિર્વાણ
પાપી અમને પચાસ મળજો, 
નુગરા ન મળજો એક
નુગરાના શિર પર લખીયા,
 એ જી ચોર્યાસીના લેખ
નુગરા નહીં ચડે....

નુગરા બેઠા બેઠા માળા ફેરવે, 
નુગરા ભલે દેવે દાન
ગુરૂજી વિના બધું નિષ્ફળ જાશે,
 એમ કહે છે વેદ પુરાણ
નુગરા નહીં ચડે .. ..

જન્મ લઇને ચાલ્યા એતો,
 લાગી હરિની લાય
વૈકુઠમાંથી પાછા વળીયા,
 આ જુઓને સુખદેવ
નુગરા નહીં ચડે.....

રામ કૃષ્ણ જેવા અવતારી કહેવાણા,
 એણે પણ ગુરૂજી કીધેલ
ચૌદ ભુવનના નાથ છતાંય,
 એ પણ ગુરૂજીને આધિન
નુગરા નહીં ચડે.....

જનક વૈદેહી સહિત સતીએ,
 કીધી ગુરૂની સેવ
કહે "રવિરામ" ગુરૂ ભાણને પ્રતાપે, 
તરી ગયા તત ખેવ
નુગરા નહીં ચડે.....

Nugara nahi chade nirvan નુગરા નહીં ચડે નિર્વાણ Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati