Mara valane vadhine kejo re મારા વાલાને વઢીને કેજો રે Bhajan lyrics in gujarati

હે ઓધાજી જીરે
મારા વાલાને વઢીને કેજો રે, માને તો મનાવી લેજો રે ..
મારા વાલાને વઢીને કેજો ....

મથુરાના રાજા થયા છો, ગોવાળીયાને ભૂલી ગયા છો,
માનીતી ને મહેલે ગયા છો રે ..
મારા વાલાને વઢીને કેજો ....

કુબજા છે રંગે કાળી, કાળા તમે વનમાળી,
જોડી આવી ક્યાંય ન ભાળી રે ..
મારા વાલાને વઢીને કેજો ....


જમુના ને કાંઠે જાતાં, લુંટી તમે માખણ ખાતા,
તોડાય કેમ જુના નાતા રે ..
મારા વાલાને વઢીને કેજો ....

એક વાર ગોકુળ આવો, માતાજી ને મોઢે થાઓ,
ગાયો ને સંભાળી જાઓ રે ..
મારા વાલાને વઢીને કેજો .. ..

દાસ રે "મીઠા"ના સ્વામી, આવા તમે અંતરયામી,
પડી હશે અમારામાં કંઇક ખામી રે ..
મારા વાલાને વઢીને કેજો ....

Mara valane vadhine kejo re મારા વાલાને વઢીને કેજો રે Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati