Laxman bandhav vina tuti mari jodi લક્ષ્મણ બાંધવ વિના તુટી મારી જોડી Bhajan lyrics in gujarati
લક્ષ્મણ બાંધવ વિના તુટી મારી જોડી
બંધુ રે વિનાની મારી બીખર ગઇ જોડી
શક્તિકો બાણ લાગ્યો લક્ષ્મણકો
બુધ્ધિ બહોત પણ આયુષ્ય રહી થોડી રે
બંધુ રે વિના ....
ગયા ગયા હનુમાના, હજુ કેમ ન આયા
ભોર તો ભઈને, રજની રહી થોડી રે
બંધુ રે વિના ....
આવે રે સમયે મારો કોઇ લક્ષ્મણ જગાડે
તો આપી દઉં અયોધ્યા, દોઇ કરજોડી
બંધુ રે વિના ....
કયા મુખ લેકર, જાઉં મૈં અયોધ્યા
માતા સુમિત્રાજી, પૂછે દોડી દોડી રે
બંધુ રે વિના ....
"તુલસી" કે ઠાકુર, ઘણું જીવો લક્ષ્મણ
લંકા જલે જૈસે, ફાગુન કેરી હોલી રે
બંધુ રે વિના ....

Comments
Post a Comment