Hari tu gadu Maru kya lay jay હરિ તું ગાડું મારું ક્યાં લઈ જાય Bhajan lyrics in gujarati
હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય,
કાંઇ ન જાણું
ધરમ-કરમના જોડ્યા બળદીયા,
ધીરજની લગામ તાણું, કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું...........
સુખ ને દુ:ખના પૈડા ઉપર ,
ગાડું ચાલ્યું જાય
કદી ઉગે આશાનો સુરજ,
કદી અંધારુ થાય
મારી મુજને ખબર નથી કંઇ
ક્યાં મારું ઠેકાણુ, કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું............
પાપણ પટારે સપના સંઘર્યા,
ઉપર મનની સાંકળ વાસી રે
ડગર ડગરીયા આવે નગરીયા,
નાય આવે મારુ કાશી રે
ક્યારે વેરણ રાત વિતે ને
ક્યારે વાયે વાણું, કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું...............
ક્યાંથી આવું, ક્યાં જવાનું,
ક્યાં મારે રહેવાનુ
અગમ-નીગમ નો ખેલ અગોચર,
મનમાં મુંઝાવાનું
હરતું ફરતું શરીર તો છે
પિંજર એક પુરાણું, કાંઇ નજાણું
હરી તુ ગાડું મારું...

Comments
Post a Comment