Kanudo kalo kalo radha chhe gori gori કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી Bhajan lyrics in gujarati
કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી
છે એક નવલ કિશોર, છે એક નવલ કિશોરી
કાનુડો કાળો કાળો .....
મન વશ કરીને જોતાં, શુધ્ધ પ્રેમ ઝાંખી થાય
અજ્ઞાની જીવ જાયે, જ્યાં મનડું જાય દોરી
કાનુડો કાળો કાળો ....
છે પ્રેમ સર્વ વ્યાપી, વહેમી જનો શું જાણે
અજ્ઞાનીને અનાડી, ઊંઘણશીને અઘારી
કાનુડો કાળો કાળો ....
ઘાયલ ગતિને ઘાયલ જે હોય તે જ જાણે
કોઇ ગયું મુજ ધોળે, દિને હૃદય ચોરી
કાનુડો કાળો કાળો ....
"સતાર શાહ" નિઝામી, પ્રેમીની છે મુનાદિ
પ્રિતી કરો તો એવી, જેમ ચંદ્ર ને ચકોરી
કાનુડો કાળો કાળો ....

Comments
Post a Comment