Bhulva mane kaho chho ભૂલવા મને કહો છો Bhajan lyrics in gujarati
ભૂલવા મને કહો છો, સ્મરણો ભૂલાય ક્યાંથી
કોઇ પ્રેમી જનોને પૂછો, કે પ્રેમ ભૂલાય ક્યાંથી
સુણી મધુરી બંસી, ઘેલી બનીને આવે
કહો કૃષ્ણના હૃદયની, રાધા ભૂલાય ક્યાંથી
ભૂલવા મને કહો છો..............
શ્રીરામના નયનમાં કાજળ બનીને બેઠા
કહો દિલની દ્રષ્ટિએથી સીતા ભૂલાય કયાંથી
ભૂલવા મને કહો છો..............
ચાતક બનીને બેઠા, વર્ષાની વાટ જોઇ
સાગર જળે ભર્યો પણ બિંદુ ભૂલાય કયાંથ
ભૂલવા મને કહો છો..............

Comments
Post a Comment