Posts

Ajara Kai jariya na jay અજરા કાંઈ જરીયા ન જાય Bhajan Lyrics in gujarati

Image
અજરા કાંઈ જરિયા ના જાય, એ જી વીરા મારા ! અજરા કાંઈ જરિયા ના જાય તમે થોડે રે થોડે સાધ પિયો હો જી.. તન ઘોડો મન અસવાર હે જી વીરા મારા ! તન ઘોડો મન છે અસવાર તમે જરણાના જિન ધરો હો જી.. શીલ બરછી સત હથિયાર હે જી વીરા મારા ! શીલ બરછી સત હથિયાર તમે માંયલાસે યુદ્ધ કરો હો જી.. કળિયુગ છે કાંટા કેરી વાળ વીરા મારા ! કળિયુગ છે કાંટા કેરી વાળ તમે જોઈ જોઈ પાંવ ધરો હો જી.. ચડવું કાંઈ મેરુ ને આસમાન હે જી વીરા મારા ! ચડવું કાંઈ મેરુ ને આસમાન એમાં આડા અવળા વાંક ઘણા હો જી.. બોલિયા કાંઈ ધ્રુવ ને પ્રહલાદ હે જી વીરા મારા ! બોલિયા કાંઈ ધ્રુવ ને પ્રહલાદ અજંપાના તમે જાપ જપો હો જી.. Bhajan Gazal Lyrics

Eva arti re tane Vela avjo એવા આરતી રે તાણે વેલા આવજો Bhajan lyrics in gujarati

Image
હે એવા આરતીને ટાણે રે વે'લા આવજો, હે આવજો આવજો અજમલનાં કુંવર રે.. રણુજાનાં રાજા, ધૂપને રે ધુમાડે વે'લા આવજો.. હે એવા માતા મીનળ તે કાગળ મોકલે, હે સગુણાબેની જુએ તમારી વાટ રે.. રણુજાનાં રાજા,  ધૂપને રે ધુમાડે વે'લા આવજો.. હે એવા પિતા અજમલજી કાગળ મોકલે, હે વિરમદેવજી જુએ તમારી વાટ રે.. રણુજાનાં રાજા,  ધૂપને રે ધુમાડે વે'લા આવજો.. હે એવા ભાટી હરજી તે કાગળ મોકલે, હે દાણીબાઈ જુએ ઝાઝેરી વાટ રે. રણુજાનાં રાજા,  ધૂપને રે ધુમાડે વે'લા આવજો. Bhajan Gazal Lyrics

Apna malak ma mayalu manvi આપણા મલકમાં માયાળુ માનવી lyrics in gujarati

Image
આપણા મલકના માયાળુ માનવી, માયા રે મેલીને વહ્યાં જાશું મારા મેરબાન, હાલોને આપણા મલકમાં... કે હાલો.... આપણા મલકમાં ઉતારા ઓરડા, ઉતારા કરી ઘોડે ચડજો મારા મેરબાન, હાલો ને આપણા મલકમાં...… કે હાલો.... આપણા મલકમાં નાવણ કુંડિયું, નાવણિયાં કરી ઘોડે ચડજો મારાં મેરબાન; હાલો ને આપણા મલકમાં...… કે હાલો.... આપણા મલકમાં ભોજન લાપસી, કે ભોજનિયાં કરી ઘોડે ચડજો મારા મેરબાન; હાલો ને આપણા મલકમાં... કે હાલો.... આપણા મલકમાં પોઢણ ઢોલિયા, પોઢણિયાં કરી ઘોડે ચડજો મારા મેરબાન; હાલો ને આપણા મલકમાં...… કે હાલો.... Bhajan Gazal Lyrics

Apna malak ma bagdana dham chhe આપણા મલકમાં બગદાણા ધામ છે Bhajan lyrics in gujarati

Image
આપણા મલકમાં બગદાણા ધામ છે, બગદાણા ગામ બાપા બજરંગનું ધામ છે. જાતરાયું કરવા જાય માનવીયો, બજરંગ દાસજી ના દેશ માં રે... રૂડો રળિયામણો બાપાનો દેશ છે, ગોપનાથ પાલીતાણા તીરથ વિશેષ છે. એ તીરથનો લ્હાવો લઈએ માનવીયો, બજરંગ દાસજી ના દેશ માં રે... બાપા નાં દેશમાં ભાવેણું શહેર છે, ભાવેણા માથે માં ખોડલ ની મેર છે. રજપરે રાત હાલો રહીયે માનવીયો, બજરંગ દાસજી નાં દેશ માં રે... બાપાના દેશ માં સંતો નો વાસ છે, સંતો નો વાસ ત્યાં દેવોનો વાસ છે, એ ધરતી ની ધૂળ શિર લઈએ માનવીયો, બજરંગ દાસજી ના દેશ માં રે... બંડીવાળો બાપો હજરા હજુર છે, ભક્તિ નો ભાવ એની તપસ્યા ભરપૂર છે. આપ કહે આશિષ લઈએ, બજરંગ દાસજી નાં દેશ માં રે... Bhajan Gazal Lyrics

Karile ne bandgi aa pal jave re કરીલે ને બંદગી આ પલ જાવે રે Bhajan lyrics in gujarati

Image
આ પલ જાવે રે, કરી લેને બંદગી... ગઈ પલ ફેર નહીં આવે રે, કરી લે ને બંદગી.. આ પલ જાવે રે.... કરો મન ગ્યાના, ધરી લેને ધ્યાના ; મૂરખા મૃગજળ દેખી ક્યું લલચાવે આ પલ જાવે રે, કરી લેને બંદગી... શિરને માથે છે વેરી, લીધો તું ને ઘેરી ; સૂતાં બંદા નીંદરા તુંને કેમ આવે રે... આ પલ જાવે રે, કરી લેને બંદગી... એક દિન મરના હૈ, ધોખા નવ ધરના, મુખમેં રામનામ કેમ ભૂલાવે રે.. આ પલ જાવે રે, કરી લેને બંદગી... કહે છે કલ્યાણ'સાબ, સતગુરુ શરણે, આમાં પ્રેમીજન હોય ઈ તો પાવે રે આ પલ જાવે રે, કરી લેને બંદગી.. Bhajan Gazal Lyrics

Pap taru Parkash jadeja પાપ તારુ પરકાશ જાડેજા Bhajan lyrics in gujarati

Image
પાપ તારું પરકાશ જાડેજા,  ધરમ તારો સંભાળ રે તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે એમ તોરલ કહે છે જી, પાપ તારું પરકાશ........ વાળી ગોંદરેથી ગાય, તોળી રાણી વાળી ગોંદરેથી ગાય રે બહેન ભાણેજાં મારિયાં, તોરાંદે રે એમ જેસલ કહે છે જી પાપ તારું પરકાશ........ પાદર લૂંટી પાણિયાર, તોળી રાણી પાદર લૂંટી પાણિયાર રે વનના મોરલા મારિયા, તોરાંદે રે એમ જેસલ કહે છે જી પાપ તારું પરકાશ........ ફોડી સરોવર પાળ, તોળી રાણી ફોડી સરોવર પાળ રે વન કેરા મૃગલા મારિયા તોરાંદે રે એમ જેસલ કહે છે જી પાપ તારું પરકાશ........ લૂંટી કુંવારી જાન, તોળી રાણી લૂંટી કુંવારી જાન રે સતવીસું મોડબંધા મારિયા, તોરાંદે રે એમ જેસલ કહે છે જી, પાપ તારું પરકાશ........ હરણ હર્યાં લખચાર, તોળી રાણી હરણ હર્યાં લખચાર રે એવાં કરમ તો મેં કર્યાં, તોરાંદે રે એમ જેસલ કહે છે જી પાપ તારું પરકાશ........ જેટલા મથેજા વાળ, તોરી રાણી જેટલા મથેજા વાળ રે એટલા કુકરમ મેં કર્યાં, તોરાંદે રે એમ જેસલ કહે છે જી પાપ તારું પરકાશ........ પુણ્ય પાપ ઠેલાય, જાડેજા પુણ્ય પાપ ઠેલાય રે તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે એમ તોરલ કહે છે જી પાપ તારું પરકાશ........ બોલ્યા ...

Darad je hoy chhe Dil ma દરદ જે હોય છે દિલમાં Lyrics in gujarati

Image
દરદ જે હોય દિલમાં,  એ આવી બહાર બોલે છે(2) રહે છે મૌન જો આંખો , તો અશ્રુધાર બોલે છે..(2) ખફા થાશો નહીં,  આ તો મારો પ્યાર બોલે છે નથી હું બોલતો,  મારા બધા અણસાર બોલે છે.(2) ફકીરી હાલ જોઈને,  પરખ કરજો નહીં નાઝિર જે સારા હોય છે , એના તો સૌ સંસ્કાર બોલે છે.(2) Bhajan Gazal Lyrics