Janam je sant ne ape જનમ જે સંતને આપે Bhajan lyrics in gujarati
જન્મ જે સંતને આપે, જનેતા એજ કહેવાય અગર દાતા અગર શૂરા, ગુણો જેના સકળ ગાયે ન જન્મે વીર કે શૂરો, ન જન્મે સંત ઊપકારી નકામા ના ભલે જન્મે, સમજવી વાંઝણી નારી જન્મ જે સંતને ... કરણ કુંતા તણો જાયો, બન્યા ભગવાન ભિખારી કસોટી કરણની કીધી, ધન્ય એને જણનારી જન્મ જે સંતને .... પિતાની ટેકને ખાતર, ન લાગી દેહ પણ પ્યારી ધન્ય એ બાળ ચેલૈયો, ધન્ય ચંગાવતી માડી જન્મ જે સંતને ... નયનથી નીર ટપકે છે, પુત્રનો પ્રેમ નિહાળી છતાં વૈરાગ્ય પણ દીધો,ધન્ય મેનાવતી માડી જન્મ જે સંતને ... સન્નારી હોય તે સમજે, હૃદયની વાતને મારી જનેતાને ઉદર જનમ્યા, શ્રીરામ ને કૃષ્ણ અવતારી જન્મ જે સંતને ... જનેતા તો જ તું જણજે, સપુત નર સંત કે શાણા ન જન્મે ચતુર "ચંદુ" તા, ભલે પેટે પડે પાણા જન્મ જે સંતને ... Bhajan Gazal Lyrics