Hetu re vinana na hoy het હેતુ રે વિનાના ના હોય હેત Bhajan lyrics in gujarati
હેતુ રે વિનાના ના હોય હેત
જગમાં હેતુ રે વિનાના ના હોય હેત
પ્રભુજી અમે જાણ્યા તારા સમેત
જગમાં હેતુ રે વિનાના ના હોય હેત
પાટે રે બેસાડી જેના પૂજન થાતાં
જયાં સુધી દીવી સચેત
દેહ રે વિનાનો એનો આત્મા આવે તો
તગડી મુકે કહીને પ્રેત
જગમાં હેતુ રે....
પરસેવો પાડે રૂડાં ખાતર નાખે
મોંઘા દિયે છે માલ ખેત
એક પણ ચાસ પાડે નહીં ભોમમાં
જયાં રણ કેરી ઊડે છે રેત
જગમાં હેતુ રે .………
આ દુનિયાના માલિક તારા હેતુનો
જાણી રે લીધા અમે ભેદ
તારી આ લીલાને માટે દુનિયા બનાવી
એની શાખ રે પૂરે છે ચારે વેદ
જગમાં હેતુ રે .………

Comments
Post a Comment