Ishwer tu pan chhe vigyani ઈશ્વર તું પણ છે વિજ્ઞાની Bhajan lyrics in gujarati

ઇશ્વર તું પણ છે વિજ્ઞાની
ઇશ્વર તું પણ છે વિજ્ઞાની
પત્થર અંદર જીવ જીવેને,
 બંધ શ્રીફળમાં પાણી
ઇશ્વર તું પણ છે ..….…

જવાબ દે, આ પોલા નભમાં
સૂર્ય ચંદ્ર કર્યા રહેતા હશે .. ..(૨)
જનની ના ઊદરમાં જીવ જીવે એ
વાયુ ક્યાંથી લેતા હશે .. .. (૨)
તું સરજાવે, તું સંહારે
પણ રાખે નહી તું નિશાની
ઇશ્વર તું પણ છે ..….....

જવાબ દે, પયપાન માટે જાદુગર તેં
લોહીનું દુધ બનાવ્યું .….(૨)
કયે કર્મે આ જીવ અવતરે
એ તો ના સમજાયું જરા .. ..(૨)
કોને બંધન આમાં કાને મુકિત
વાત રાખે તું છાની
ઇશ્વર તું પણ છે ...........

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati