Janam je sant ne ape જનમ જે સંતને આપે Bhajan lyrics in gujarati

જન્મ જે સંતને આપે, જનેતા એજ કહેવાય
અગર દાતા અગર શૂરા, ગુણો જેના સકળ ગાયે

ન જન્મે વીર કે શૂરો, ન જન્મે સંત ઊપકારી
નકામા ના ભલે જન્મે, સમજવી વાંઝણી નારી
જન્મ જે સંતને ...

કરણ કુંતા તણો જાયો, બન્યા ભગવાન ભિખારી
કસોટી કરણની કીધી, ધન્ય એને જણનારી
જન્મ જે સંતને ....

પિતાની ટેકને ખાતર, ન લાગી દેહ પણ પ્યારી
ધન્ય એ બાળ ચેલૈયો, ધન્ય ચંગાવતી માડી
જન્મ જે સંતને ...

નયનથી નીર ટપકે છે, પુત્રનો પ્રેમ નિહાળી
છતાં વૈરાગ્ય પણ દીધો,ધન્ય મેનાવતી માડી
જન્મ જે સંતને ...

સન્નારી હોય તે સમજે, હૃદયની વાતને મારી
જનેતાને ઉદર જનમ્યા, શ્રીરામ ને કૃષ્ણ અવતારી
જન્મ જે સંતને ...

જનેતા તો જ તું જણજે, સપુત નર સંત કે શાણા
ન જન્મે ચતુર "ચંદુ" તા, ભલે પેટે પડે પાણા
જન્મ જે સંતને ...

Janam je sant ne ape જનમ જે સંતને આપે Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati