Aa chali bharvane Pani re આ ચાલી ભરવાને પાણી રે Bhajan lyrics in gujarati

આ ચાલી ભરવાને પાણી, બાલાવે સદગુરૂ જ્ઞાની ..

છોડીને પીયરીયું મારે જાવું સાસરીયે,
તેમાં તે શરમ મને શાની રે..
 બોલાવે સદગુરૂ

હવે તો પિયુજી વિના ઘડીએ ન ચાલે,
વિતિ જાસે જુવાની રે .. 
બોલાવે સદગુરૂ .. ..

ગગન મંડળમાં એક ઉનમુખ કૂવો
એમાં ભર્યું છે અમૃતપાણી રે
બોલાવે સદગુરૂ .. ..

ઇંગલાને પીંગલાનો માર્ગ છોડીને,
સુક્ષ્મણા મારગે જવાની રે.. 
બોલાવે સદગુરૂ .

અધર તખત પર મારા ગુરુજી બિરાજે,
પૂરી મળી છે એધાણી રે ..
 બોલાવે સદગુરૂ .. ..

"દાસ સતાર" ને ગુરુ અનવર મળીયા,
એણે વાતું બતાવી સાની સાની રે
બોલાવે સદગુરૂ .. ..

Aa chali bharvane Pani re આ ચાલી ભરવાને પાણી રે Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati