Harijan avo re harigun gavay chhe હરિજન આવો રે હરિ ગુણ ગવાય છે Bhajan lyrics in gujarati

હરિજન આવો રે હરિ ગુણ ગવાય છે
ભાવે ભજન કરો આયુષ્ય જાય છે

માત પિતા સુત બાંધવ દારા
અંત સમયે કોઇ નહી થનારા
ચેત સમજ મન કયાં અથડાય છે
ભાવે ભજન કરો આયુષ્ય જાય છે
હરિજન આવો રે ....

હરિ કથા, કીર્તન સતસંગ વિના
પાપના પોટલા બંધાતા નિશ દિન
પરનારી પરધન દેખીને લોભાય છે
ભાવે ભજન કરો આયુષ્ય જાય છે
હરિજન આવો રે ....

દાન ધર્મ કે દયા નહી દિલમાં
શ્રધ્ધા ન રાખે શાસ્ત્ર વચનમાં
ષડરિપુઓના ફંદે ફસાય છે
ભાવે ભજન કરો આયુષ્ય જાય છે
હરિજન આવો રે ....

સુગરા હોય તે શબ્દ વખાણે
નુગરા જીવ મતા મતિ તાણે
દાસ સતાર લેજો શબ્દો લુંટાય છે
ભાવે ભજન કરો આયુષ્ય જાય છે
હરિજન આવો રે ....

Harijan avo re harigun gavay chhe હરિજન આવો રે હરિ ગુણ ગવાય છે Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati