Posts

Janam je sant ne ape જનમ જે સંતને આપે Bhajan lyrics in gujarati

Image
જન્મ જે સંતને આપે, જનેતા એજ કહેવાય અગર દાતા અગર શૂરા, ગુણો જેના સકળ ગાયે ન જન્મે વીર કે શૂરો, ન જન્મે સંત ઊપકારી નકામા ના ભલે જન્મે, સમજવી વાંઝણી નારી જન્મ જે સંતને ... કરણ કુંતા તણો જાયો, બન્યા ભગવાન ભિખારી કસોટી કરણની કીધી, ધન્ય એને જણનારી જન્મ જે સંતને .... પિતાની ટેકને ખાતર, ન લાગી દેહ પણ પ્યારી ધન્ય એ બાળ ચેલૈયો, ધન્ય ચંગાવતી માડી જન્મ જે સંતને ... નયનથી નીર ટપકે છે, પુત્રનો પ્રેમ નિહાળી છતાં વૈરાગ્ય પણ દીધો,ધન્ય મેનાવતી માડી જન્મ જે સંતને ... સન્નારી હોય તે સમજે, હૃદયની વાતને મારી જનેતાને ઉદર જનમ્યા, શ્રીરામ ને કૃષ્ણ અવતારી જન્મ જે સંતને ... જનેતા તો જ તું જણજે, સપુત નર સંત કે શાણા ન જન્મે ચતુર "ચંદુ" તા, ભલે પેટે પડે પાણા જન્મ જે સંતને ... Bhajan Gazal Lyrics

Jalwa me mere yar k જલવામેં મેરે યાર કે Bhajan lyrics in gujarati

Image
જલવા મેં મેરે યાર કે, કયા કયા ખૂબી ભરી હૈ બાંકી અદા તિરછી નિગાહ, બંસી અધ્ધર ધરી માથે મુકુટ મયુર કા, કાને કુંડલ ધરા ગલે બીચ હૈ કૌસ્તુભ કી, સુંદર એકલ સરી જલવા મેં મેરે યમુના કિનારે હૈ ખડા, બંસી બજા રહા ગૌ આ ખડી હૈ સામને, મુખ કો નિહારતી જલવા મેં મેરે બજાઈ ઐસી બંસી  સ્વર ધુન શરૂ કરી યમુના કી ગતિ જોર કી થી, સો મંદ હો ગઇ જલવા મેં મેરે પશુ પક્ષી જલ ઔર સ્થલ, સભી સુમસામ હો ગયે ઘેલી બની વ્રજ ગોપીયાં,ખોજનકો વન ચલી જલવા મેં મેરે જંગલ ઝાડ પહાડમે, ધુન સ્વરકી રમ રહી જડતાઇ સબ જાતી રહી, ચૈતન્ય છા રહી જલવા મેં મેરે ધન્ય ધન્ય વો ગોકુલ કા, ઔર નંદ કો સહી યશોદા કે ભાગ્ય કી કથા, અબ જાયે ના કહી જલવા મેં મેરે કહતા હૈ "લાલ"મુજકો, ખ્વાહીશ હૈ રહ ગઇ ફીરસે સુનાજા એ સનમ, બંસી મધુર રસ ભરી જલવા મેં મેરે..…. Bhajan Gazal Lyrics

Hetu re vinana na hoy het હેતુ રે વિનાના ના હોય હેત Bhajan lyrics in gujarati

Image
હેતુ રે વિનાના ના હોય હેત જગમાં હેતુ રે વિનાના ના હોય હેત પ્રભુજી અમે જાણ્યા તારા સમેત જગમાં હેતુ રે વિનાના ના હોય હેત પાટે રે બેસાડી જેના પૂજન થાતાં જયાં સુધી દીવી સચેત દેહ રે વિનાનો એનો આત્મા આવે તો તગડી મુકે કહીને પ્રેત જગમાં હેતુ રે.... પરસેવો પાડે રૂડાં ખાતર નાખે મોંઘા દિયે છે માલ ખેત એક પણ ચાસ પાડે નહીં ભોમમાં જયાં રણ કેરી ઊડે છે રેત જગમાં હેતુ રે .……… આ દુનિયાના માલિક તારા હેતુનો જાણી રે લીધા અમે ભેદ તારી આ લીલાને માટે દુનિયા બનાવી એની શાખ રે પૂરે છે ચારે વેદ જગમાં હેતુ રે .……… Bhajan Gazal Lyrics

Ishwer tu pan chhe vigyani ઈશ્વર તું પણ છે વિજ્ઞાની Bhajan lyrics in gujarati

Image
ઇશ્વર તું પણ છે વિજ્ઞાની ઇશ્વર તું પણ છે વિજ્ઞાની પત્થર અંદર જીવ જીવેને,  બંધ શ્રીફળમાં પાણી ઇશ્વર તું પણ છે ..….… જવાબ દે, આ પોલા નભમાં સૂર્ય ચંદ્ર કર્યા રહેતા હશે .. ..(૨) જનની ના ઊદરમાં જીવ જીવે એ વાયુ ક્યાંથી લેતા હશે .. .. (૨) તું સરજાવે, તું સંહારે પણ રાખે નહી તું નિશાની ઇશ્વર તું પણ છે ..…..... જવાબ દે, પયપાન માટે જાદુગર તેં લોહીનું દુધ બનાવ્યું .….(૨) કયે કર્મે આ જીવ અવતરે એ તો ના સમજાયું જરા .. ..(૨) કોને બંધન આમાં કાને મુકિત વાત રાખે તું છાની ઇશ્વર તું પણ છે ...........

Aa chali bharvane Pani re આ ચાલી ભરવાને પાણી રે Bhajan lyrics in gujarati

Image
આ ચાલી ભરવાને પાણી, બાલાવે સદગુરૂ જ્ઞાની .. છોડીને પીયરીયું મારે જાવું સાસરીયે, તેમાં તે શરમ મને શાની રે..  બોલાવે સદગુરૂ હવે તો પિયુજી વિના ઘડીએ ન ચાલે, વિતિ જાસે જુવાની રે ..  બોલાવે સદગુરૂ .. .. ગગન મંડળમાં એક ઉનમુખ કૂવો એમાં ભર્યું છે અમૃતપાણી રે બોલાવે સદગુરૂ .. .. ઇંગલાને પીંગલાનો માર્ગ છોડીને, સુક્ષ્મણા મારગે જવાની રે..  બોલાવે સદગુરૂ . અધર તખત પર મારા ગુરુજી બિરાજે, પૂરી મળી છે એધાણી રે ..  બોલાવે સદગુરૂ .. .. "દાસ સતાર" ને ગુરુ અનવર મળીયા, એણે વાતું બતાવી સાની સાની રે બોલાવે સદગુરૂ .. .. Bhajan Gazal Lyrics

Hu magu ne tu apni de હું માંગુ ને તુ આપી દે Gazal lyrics in gujarati

Image
હું માગું ને તું આપી દે,  એ વાત મને મંજુર નથી હું હાથ જો મારા ફેલાવું તો,  તારી ખુદાઇ દૂર નથી હું માગું ને તું આપી દે .. .. શા હાલ થયા છે પ્રેમી ના,  કહેવાની કશી જરૂર નથી. એ હાલ તમારા કહી દેશે,  કાં સેંથી માં સિંદુર નથી હું માગું ને તું આપી દે .. .. તુજ જુલ્મો સિતમ ની વાત સુણી,  દીધા છે દિલાસા દુનિયાને હું ક્રુર જગત ને સમજ્યો તો,  પણ તારા જેવા ક્રુર નથી હું માગું ને તું આપી દે .. .. આ આંખ ઊઘાડી હોય છતાં,  પામે નહી દર્શન તારા એ હોય ન હોય બરોબર છે,  એ આંખ કે જેમાં નૂર નથી હું માગું ને તું આપી દે .. .. જે દિલમાં દયા ને સ્થાન નથી,  ત્યાં વાત ન કર દિલ ખોલી ને એ પાણી વિનાના સાગરની,  "નાઝિર" ને કસીય જરૂર નથી હું માગું ને તું આપી દે .. .. Bhajan Gazal Lyrics

Harijan avo re harigun gavay chhe હરિજન આવો રે હરિ ગુણ ગવાય છે Bhajan lyrics in gujarati

Image
હરિજન આવો રે હરિ ગુણ ગવાય છે ભાવે ભજન કરો આયુષ્ય જાય છે માત પિતા સુત બાંધવ દારા અંત સમયે કોઇ નહી થનારા ચેત સમજ મન કયાં અથડાય છે ભાવે ભજન કરો આયુષ્ય જાય છે હરિજન આવો રે .... હરિ કથા, કીર્તન સતસંગ વિના પાપના પોટલા બંધાતા નિશ દિન પરનારી પરધન દેખીને લોભાય છે ભાવે ભજન કરો આયુષ્ય જાય છે હરિજન આવો રે .... દાન ધર્મ કે દયા નહી દિલમાં શ્રધ્ધા ન રાખે શાસ્ત્ર વચનમાં ષડરિપુઓના ફંદે ફસાય છે ભાવે ભજન કરો આયુષ્ય જાય છે હરિજન આવો રે .... સુગરા હોય તે શબ્દ વખાણે નુગરા જીવ મતા મતિ તાણે દાસ સતાર લેજો શબ્દો લુંટાય છે ભાવે ભજન કરો આયુષ્ય જાય છે હરિજન આવો રે .... Bhajan Gazal Lyrics