he jag janani he jagdamba હે જગ જનની હે જગદંબા...Bhajan lyrics in gujarati
હે જગ જનની, હે જગદંબા, માતા ભવાની શરણે લેજે આધ્યશક્તિ માં આદિ અનાદિ,અરજી અંબા ઉરમાં ધરજે હે જગ જનની... હોય ભલે દુઃખ મેરુ સરીખું, રંજ ન મને એનો થાવા દેજે રજ સરીખુ દુઃખ જોઈ બીજાનું,રોવાને માં બે આંસુ દેજે હે જગ જનની... આત્મા કોઈને આનંદ પામે, ભલે સંતાપી મુજ આતમને આનંદ એનો અખંડિત રેજો, કંટક દે મને પુષ્પો એને હે જગ જનની... ધૂપ બનુ સુગંધ તું લેજે, રાખ બની ઉડી જાવા દેજે બળું ભલે બાળુ નહીં કોઈને, જીવન મારું સુગંધિત કરજે ...