Jadeja re vachan re sambhali.. જાડેજા રે વચન રે સંભાળી...Bhajan lyrics in gujarati

જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો.
          વચન ચૂક્યા ચોરાંસીમા જાય
જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો.

એ જે'દી રે બોલ્યા'તા મેવાડમાં રે,
           તે'દુના તમે વચન રે સંભાળો.
જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો.

જાડેજા તાલને તંબૂરો સતીના હાથમાં રે,
            સતી કરે અલખનો રે આરાધ.
જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો.

આવા ત્રણ રે દિવસને જાડેજા ત્રણ ઘડી,
            શુરો હોય તો સમાધિમાંથી રે જાગ
જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો.

જાડેજા આવી કાલી રે કે'વાશે તોરલ કાઠીયાણી (૨)
મુઆ પછી નરને બોલાવાના ન હોય નીમ
ધૂપને ધજાએ શ્રીફળ નહીં રે ચડે,
             આવી ગ્યો હવે ખરાખરીનો રે ખેલ
જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો.

ત્યાં તો આળસ મરડીને જેસલજી જાગ્યા રે (૨)
              ભાંગી ગ‌ઈ ઓલા બાયલાની ભ્રાંત
જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો.

પેલા રે મળ્યાં રે રૂપાદે ને માલદે રે
               પછી મળ્યાં તોરલદે નાર
કન્યાએ કેસરીયા વાઘા પેર્યા.
             મીંઢળ બાંધ્યા જેસલજીને હાથ
જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો.

સર્વે રે વળાવી પાછા વળ્યા
          એક ના વળ્યા તોરલદે નાર
જેસલના ઘરેથી તોરલ બોલ્યા
         નવી નવી સમાધિ ગળાવો.
જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો.

Jadeja re vachan re sambhali.. જાડેજા રે વચન રે સંભાળી...Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati