he jag janani he jagdamba હે જગ જનની હે જગદંબા...Bhajan lyrics in gujarati
હે જગ જનની, હે જગદંબા, માતા ભવાની શરણે લેજે
આધ્યશક્તિ માં આદિ અનાદિ,અરજી અંબા ઉરમાં ધરજે
હે જગ જનની...
હોય ભલે દુઃખ મેરુ સરીખું, રંજ ન મને એનો થાવા દેજે
રજ સરીખુ દુઃખ જોઈ બીજાનું,રોવાને માં બે આંસુ દેજે
હે જગ જનની...
આત્મા કોઈને આનંદ પામે, ભલે સંતાપી મુજ આતમને
આનંદ એનો અખંડિત રેજો, કંટક દે મને પુષ્પો એને
હે જગ જનની...
ધૂપ બનુ સુગંધ તું લેજે, રાખ બની ઉડી જાવા દેજે
બળું ભલે બાળુ નહીં કોઈને, જીવન મારું સુગંધિત કરજે
હે જગ જનની...
કોઈના તીરનુ નિશાન બનીને, દિલડું મારું વિંધાવા દેજે,ઘા
સહી લઉં, ઘા કરું નહીં કોઈને,ઘાયલ થઈ પડી રહેવા દેજે
હે જગ જનની...
અમૃત મળે કે ,ના મળે મુજને, આશિષ તું અમૃતમય દેજે
ઝેર જીવનના હું પી જાણું, પચાવવાની તું શક્તિ દેજે
હે જગ જનની...
શક્તિ દેજે,મને ભક્તિ દેજે, દુનિયાના દુઃખડા સહેવાને
શાંતિ દુર્લભ માં તારા શરણે, માત મને તું ખોળે લેજે
હે જગ જનની...
હે જગ જનની, હે જગદંબા, માતા ભવાની શરણે લેજે
આધ્ય શક્તિ માં આદિ અનાદિ,અરજી અંબા ઉરમાં લેજે
હે જગ જનની...

Comments
Post a Comment