Posts

Avelo mankho sudharo re guruji mara આવેલો મનખો સુધારો રે ગુરુજી મારા Bhajan lyrics in gujarati

Image
આવેલો મનખો સુધારો રે ગુરુજી મારો, આવેલો મનખો સુધારો રે ગુરુજી મારો, આવેલો મનખો સુધારો લખચોરાંશીમા બહુ દિન ભટક્યા ઘડી ઘડી પશુ અવતારો લખચોરાંશીમા બહુ દિન ભટક્યા ઘડી ઘડી પશુ અવતારો રામ મળવાનો ગુરુ મારગ બતાવો રામ મળવાનો ગુરુ મારગ બતાવો મટી જાય ઘોર અંધારો ગુરુજી મારા આવેલો મનખો સુધારો................ વારંવાર ગુરુ અરજી સાંભળો સાંભળ્યા મે વેદ પુરાણો વારંવાર ગુરુ અરજી સાંભળો સાંભળ્યા મે વેદ પુરાણો માયામાંથી આ જીવને ઉગારો માયામાંથી આ જીવને ઉગારો મટી જાય જનમ જંજાળો ગુરુજી મારા આવેલો મનખો સુધારો................ તમે ગુરુજી મારા પરમ ઉપકારી શિર પર પંજો તમારો તમે ગુરુજી મારા પરમ ઉપકારી શિર પર પંજો તમારો ન ભૂલું ગુણ તમારા ગુરુજી ન ભૂલું ગુણ તમારા ગુરુજી તીરથ ફરુ રે હજારો ગુરુજી મારા આવેલો મનખો સુધારો................ ગુરુ બિન જ્ઞાન ધ્યાન સર્વે ફોગટ દાસ કૈવલને દર્શન આપો ગુરુ બિન જ્ઞાન ધ્યાન સર્વે ફોગટ દાસ કૈવલને દર્શન આપો ગુરુ બિન સહાય કોણ કરે જીવની ગુરુ બિન સહાય કોણ કરે જીવની સદાય ચરણમાં રે રાખો ગુરુજી મારા આવેલો મનખો સુધારો................ Bhajan Gazal Lyrics

Pratham pehla samariye re Swami tamne sudhala પ્રથમ પેહલા સમરીએ રે સ્વામી તમને સૂંઢાળા Bhajan lyrics in gujarati

Image
પરથમ પહેલાં સમરીયે રે, સ્વામી તમને સૂંઢાળા... પરથમ પહેલાં હાં.. હાં.. હાં..  સમરીયે રે, સ્વામી તમને સૂંઢાળા.. રિદ્ધિ સિદ્ધિના દાતાર દેવતા  ઋષિમુનિના આગેવાન મારા દેવતા  મહેર કરોને મહારાજ રે... પરથમ પહેલાં સમરીયે રે... માતાજી રે કહીએ જેનાં પારવતી રે સ્વામી ! તમને સુંઢાળા, માતાજી રે કહીએ જેનાં હાં હાં હાં,  એ.. પારવતી રે, સ્વામી તમને સુંઢાળા.. પિતાજી  શંકર દેવ, દેવતા  મહેર કરોને મહારાજ રે... પરથમ પહેલાં સમરીયે રે... ઘી રે સીંદુરની સેવા ચડે રે સ્વામી  તમને સુંઢાળા, ઘી રે સીંદુરની રે હાં હાં હાં,  એ.. સેવા ચડે રે સ્વામી  તમને સુંઢાળા, ગળામાં ફુલડાના હાર મારા દેવતા  મહેર કરોને મહારાજ રે... પરથમ પહેલાં સમરીયે રે... કાનમાં કુંડળ ઝળહળે રે સ્વામી  તમને સુંઢાળા, કાનમાં કુંડળ હાં હાં હાં,  એ... ઝળહળે રે સ્વામી તમને સુંઢાળા, કંઠે મોતીડાંની માળ મારા દેવતા  મહેર કરોને મહારાજ રે.. પરથમ પહેલાં સમરીયે રે... રાવત રણશીની વિનતિ રે સ્વામી  તમને સુંઢાળા, રાવત રણશીની હાં હાં હાં,  એ... વિનતિ રે સ્વામી તમને સુંઢાળા, ભગતોને કરજો સહાય મારા...

Dhan guru data mara dhan guru Deva ધન ગુરુ દાતા મારા ધન ગુરુ દેવા Bhajan lyrics in gujarati

Image
ધન ગુરુદેવા મારા ધન ગુરુદાતા,  મારા ગુરુજી એ શબદ સુણાવ્યો ગુરુજી નો મહીમા પલ પલ વખાણુ,  પ્રાયશ્ચિત સધળા જાય......... સુતો રે જગાડયો ગુરુ એ, દેશ રે દેખાડયો,  અલખ પુરુષ ઓળખાવ્યો બુડતા રે મારા ગુરુજી એ તારયો ને, જમડા ને હાથે થી છોડાવ્યો............. ધન ગુરુદેવા ગૌદાન દેવે ભલે ને ભુમી દાન દેવેને,  કંચન ના મહેલ લુટાવે કાશી ક્ષેત્રમા જઈ કન્યાદાન દેવેને,  મારા ગુરુજીની તોલે નાવે........... ધન ગુરુદેવા ખાલ રે પડાવુ મારા શરીર તણી ને,  સોનેરી રંગે રંગાવુ રે મોજડી સિવડાવી મારા ગુરુજી ને પહેરાવુ તોય,  ગણના ઓશીગંણ થાય..... ધન ગુરુદેવા સદગુરુ મળ્યા મારા,સંશય ટળ્યા ને  લક્ષ ચોરાશી થી છોડાવ્યો વાઘનાથ ચરણે બોલ્યો “ રુખડીયો ”  અમને મુક્તિ નો મારગબતાવ્યો........... ધન ગુરુદેવા Bhajan Gazal Lyrics

Ajara Kai jariya na jay અજરા કાંઈ જરીયા ન જાય Bhajan Lyrics in gujarati

Image
અજરા કાંઈ જરિયા ના જાય, એ જી વીરા મારા ! અજરા કાંઈ જરિયા ના જાય તમે થોડે રે થોડે સાધ પિયો હો જી.. તન ઘોડો મન અસવાર હે જી વીરા મારા ! તન ઘોડો મન છે અસવાર તમે જરણાના જિન ધરો હો જી.. શીલ બરછી સત હથિયાર હે જી વીરા મારા ! શીલ બરછી સત હથિયાર તમે માંયલાસે યુદ્ધ કરો હો જી.. કળિયુગ છે કાંટા કેરી વાળ વીરા મારા ! કળિયુગ છે કાંટા કેરી વાળ તમે જોઈ જોઈ પાંવ ધરો હો જી.. ચડવું કાંઈ મેરુ ને આસમાન હે જી વીરા મારા ! ચડવું કાંઈ મેરુ ને આસમાન એમાં આડા અવળા વાંક ઘણા હો જી.. બોલિયા કાંઈ ધ્રુવ ને પ્રહલાદ હે જી વીરા મારા ! બોલિયા કાંઈ ધ્રુવ ને પ્રહલાદ અજંપાના તમે જાપ જપો હો જી.. Bhajan Gazal Lyrics

Eva arti re tane Vela avjo એવા આરતી રે તાણે વેલા આવજો Bhajan lyrics in gujarati

Image
હે એવા આરતીને ટાણે રે વે'લા આવજો, હે આવજો આવજો અજમલનાં કુંવર રે.. રણુજાનાં રાજા, ધૂપને રે ધુમાડે વે'લા આવજો.. હે એવા માતા મીનળ તે કાગળ મોકલે, હે સગુણાબેની જુએ તમારી વાટ રે.. રણુજાનાં રાજા,  ધૂપને રે ધુમાડે વે'લા આવજો.. હે એવા પિતા અજમલજી કાગળ મોકલે, હે વિરમદેવજી જુએ તમારી વાટ રે.. રણુજાનાં રાજા,  ધૂપને રે ધુમાડે વે'લા આવજો.. હે એવા ભાટી હરજી તે કાગળ મોકલે, હે દાણીબાઈ જુએ ઝાઝેરી વાટ રે. રણુજાનાં રાજા,  ધૂપને રે ધુમાડે વે'લા આવજો. Bhajan Gazal Lyrics

Apna malak ma mayalu manvi આપણા મલકમાં માયાળુ માનવી lyrics in gujarati

Image
આપણા મલકના માયાળુ માનવી, માયા રે મેલીને વહ્યાં જાશું મારા મેરબાન, હાલોને આપણા મલકમાં... કે હાલો.... આપણા મલકમાં ઉતારા ઓરડા, ઉતારા કરી ઘોડે ચડજો મારા મેરબાન, હાલો ને આપણા મલકમાં...… કે હાલો.... આપણા મલકમાં નાવણ કુંડિયું, નાવણિયાં કરી ઘોડે ચડજો મારાં મેરબાન; હાલો ને આપણા મલકમાં...… કે હાલો.... આપણા મલકમાં ભોજન લાપસી, કે ભોજનિયાં કરી ઘોડે ચડજો મારા મેરબાન; હાલો ને આપણા મલકમાં... કે હાલો.... આપણા મલકમાં પોઢણ ઢોલિયા, પોઢણિયાં કરી ઘોડે ચડજો મારા મેરબાન; હાલો ને આપણા મલકમાં...… કે હાલો.... Bhajan Gazal Lyrics

Apna malak ma bagdana dham chhe આપણા મલકમાં બગદાણા ધામ છે Bhajan lyrics in gujarati

Image
આપણા મલકમાં બગદાણા ધામ છે, બગદાણા ગામ બાપા બજરંગનું ધામ છે. જાતરાયું કરવા જાય માનવીયો, બજરંગ દાસજી ના દેશ માં રે... રૂડો રળિયામણો બાપાનો દેશ છે, ગોપનાથ પાલીતાણા તીરથ વિશેષ છે. એ તીરથનો લ્હાવો લઈએ માનવીયો, બજરંગ દાસજી ના દેશ માં રે... બાપા નાં દેશમાં ભાવેણું શહેર છે, ભાવેણા માથે માં ખોડલ ની મેર છે. રજપરે રાત હાલો રહીયે માનવીયો, બજરંગ દાસજી નાં દેશ માં રે... બાપાના દેશ માં સંતો નો વાસ છે, સંતો નો વાસ ત્યાં દેવોનો વાસ છે, એ ધરતી ની ધૂળ શિર લઈએ માનવીયો, બજરંગ દાસજી ના દેશ માં રે... બંડીવાળો બાપો હજરા હજુર છે, ભક્તિ નો ભાવ એની તપસ્યા ભરપૂર છે. આપ કહે આશિષ લઈએ, બજરંગ દાસજી નાં દેશ માં રે... Bhajan Gazal Lyrics