Posts

Tu rangai jane rangma.. તું રંગાઈ જાને રંગમાં. Bhajan lyrics in gujarati

Image
તું રંગાઇ જાને રંગમાં.. સીતારામ તણા સતસંગમાં રાધેશ્યામ તણા તું રંગમાં.. તું રંગાઇ જાને રંગમાં.. આજે ભજશું, કાલે ભજશું, ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધેશ્યામ, શ્વાસ ખૂટશે, નાડી તૂટશે, પ્રાણ નહીં રે તારા અંગમાં.. તું રંગાઇ જાને રંગમાં.. જીવ જાણતો ઝાઝું જીવશું, મારું છે આ તમામ, પહેલાં અમર કરી લઉં નામ, તેડું આવશે, યમનું જાણજે, જાવું પડશે સંગમાં.. તું રંગાઇ જાને રંગમાં.. સૌ જન કહેતા પછી જપીશું, પહેલાં મેળવી લોને દામ, રહેવા ના કરી લો ઠામ, પ્રભુ પડ્યો છે એમ, ક્યાં રસ્તામાં, સૌ જન કહેતા વ્યંગમાં.. તું રંગાઇ જાને રંગમાં.. ઘડપણ આવશે ત્યારે ભજશું, પહેલાં ઘરના કામ તમામ, પછી ફરીશું તીરથ ધામ, આતમ એક દિન ઊડી જાશે, તારું શરીર રહેશે પલંગમાં.. તું રંગાઇ જાને રંગમાં.. બત્રીસ ભાતનાં ભોજન જમતાં, ભેળી કરીને ભામ, એમાં ક્યાંથી સાંભરે રામ, દાન-પુણ્યથી દૂર રહ્યો તું, ફોગટ ફરે છે ઘમંડમાં.. તું રંગાઇ જાને રંગમાં.. રંગ રાગમાં ક્યારે રટાશે, રહી જશે આમ ને આમ, માટે ઓળખ આતમરામ, બાબા આનંદે હરિ ૐ અખંડ છે, ભજ તું શિવના સંગમાં.. તું રંગાઇ જાને રંગમાં.. Bhajan Gazal Lyrics

ma-bap ne bhulsho nahi..મા-બાપને ભૂલશો નહીં Bhajan lyrics in gujarati

Image
ભૂલો ભલે બીજું બધું મા-બાપને ભૂલશો નહી અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહી ભૂલો ભલે બીજું ......... અસહ્ય વેઠી વેદના, ત્યારે દીઠું તમ મુખડું એ પુનિત જનના કાળજાં, પથ્થર બની છૂંદશો નહી ભૂલો ભલે બીજું ......... કાઢી મુખેથી કાળિયા, મોંમા દઈ મોટા કર્યા અમૃત તણા દેનાર સામે, ઝેર ઉછાળશો નહી ભૂલો ભલે બીજું ......... લાખો લડાવ્યા લાડ તમને, કોડ સહુ પુરા કર્યા એ કોડના પૂરનારના, કોડ પૂરવા ભૂલશો નહી ભૂલો ભલે બીજું ......... લાખો કમાતા હો ભલે, માબાપ જેથી ના ઠર્યા એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશો નહી ભૂલો ભલે બીજું ......... સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહી ભૂલો ભલે બીજું ......... ભીને સૂઈ પોતે અને સૂકે સૂવાડ્યા આપને એની અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહી ભૂલો ભલે બીજું ......... પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહી ભૂલો ભલે બીજું ......... ધન ખરચતાં મળશે બધું, માતાપિતા મળશે નહી એનાં પુનિત ચરણો તણી, કદી ચાહના ભૂલશો નહી. ભૂલો ભલે બીજું ......... Bhajan Gazal Lyrics

Maitribhav nu pavtra zarnu મૈત્રીભાવનું પવિત્ર ઝરણું Prarthana lyrics in gujarati

Image
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે મૈત્રીભાવનું....... ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે, એ સંતોના ચરણકમળમાં, મુજ જીવનનું અર્ધ્ય રહે મૈત્રીભાવનું....... દીન ક્રુર ને ધર્મવિહોણાં, દેખી દિલમાં દર્દ વહે, કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે મૈત્રીભાવનું....... માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું, કરે ઉપેક્ષા એ મારગની, તોય સમતા ચિત્ત ધરું .. મૈત્રીભાવનું........ ચિત્રભાનુની ધર્મભાવના, હૈયે સૌ માનવ લાવે, વેરઝેરનાં પાપ તજીને, મંગળ ગીતો એ ગાવે મૈત્રીભાવનું........ Bhajan Gazal Lyrics

Jivan Anjali thajo Maru..જીવન અંજલી થાજો મારું prarthana Lyrics in gujarati

Image
જીવન અંજલિ થાજો  મારું જીવન અંજલિ થાજો  ભૂખ્યાં કાજે ભોજન બનજો,  તરસ્યાંનું જળ થાજો; દીનદુ:ખિયાંનાં આંસુ લો'તાં  અંતર કદી ન ધરાજો  મારું જીવન અંજલિ થાજો  સતની કાંટાળી કેડી પર  પુષ્પ બની પથરાજો, ઝેર જગતનાં જીરવી જીરવી  અમૃત ઉરનાં પાજો  મારું જીવન અંજલિ થાજો  વણથાક્યા ચરણો મારા નિત  તારી સમીપે ધાજો; હૈયાના પ્રત્યેક સ્પંદને  તારું નામ રટાજો  મારું જીવન અંજલિ થાજો  વમળોની વચ્ચે નૈયા મુજ  હાલકડોલક થાજો; શ્રદ્ધા કેરો દીપક મારો  નવ કદીયે ઓલવાજો  મારું જીવન અંજલિ થાજો  Bhajan Gazal Lyrics

Karm no sangathi Rana Maru koi nathi.કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી Bhajan lyrics in gujarati

Image
હે ... કર્મનો સંગાથી રાણા મારૂ કોઇ નથી... કે લખ્યા એના જુદા જુદા લેખ (2)... કર્મનો સંગાથી... એક રે ગાયના દો દો વાછરુ, લખ્યા એના જુદા જુદા લેખ એક રે બન્યો શિવજીનો પોઠીયો, બીજો કાંઇ ઘાંચીડાને ઘેર...  કર્મનો સંગાથી..... એક રે માતાના દો દો દીકરા, લખ્યા એના જુદા જુદા લેખ એક ને માથે રે છત્તર ઝૂલતા, બીજો કાંઇ ભારા વેચી ખાય...  કર્મનો સંગાથી..... એક રે માટીના દો દો મોરિયા, લખ્યા એના જુદા જુદા લેખ એક ને મોરિયો શિવજીની ગળતી, બીજો કાંઇ મસાણે મૂકાય.....  કર્મનો સંગાથી..... એક રે પથ્થરના દો દો ટુકડા, લખ્યા એના જુદા જુદા લેખ, એક ની બની રે પ્રભુજીની મૂરતી, બીજો કાંઇ ધોબીડાને ઘાટ...  કર્મનો સંગાથી..... એક રે વેલાના દો દો તુંબડા, કે લખ્યા એના જુદા જુદા લેખ, એક રે તુંબડુ સાધુજીના હાથમાં, બીજુ કાંઇ રાવળીયાને ઘેર...  કર્મનો સંગાથી..... એક રે વાંસની દો દો વાંસળી, કે લખ્યા એના જુદા જુદા લેખ, એક રે વાંસળી કાનજી કુંવરની, બીજી વાગે વાદીડાને ઘેર...  કર્મનો સંગાથી..... એક રે માતાના દો દો બેટડા, લખ્યા એના જુદા જુદા લેખ, એક રે બેટો ચોરાશી ધૂણી તપે, બીજો લખચોરાશી માંહ્ય...  કર્મનો ...

Pankhidane aa pinjru junu jujnu lage પંખીડાને આ પીંજરું જૂનું જૂનું લાગે Bhajan lyrics in gujarati

Image
પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે ઉમટ્યો અજંપો એને પંડના રે પ્રાણનો અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો અણદીઠેલ દેશ જાવા, લગન એને લાગે બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે પંખીડાને આ પીંજરુ...... સોને મઢેલ બાજઠિયો ને સોને મઢેલ ઝૂલો હીરે જડેલ વિંઝણો મોતીનો મોલે અણમોલો પાગલ ના બનીએ ભેરુ, કોઈના રંગ રાગે બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે પંખીડાને આ પીંજરુ...... માન માન ઓ પંખીડા નથી રે સાજનની રીત આવું જો કરવું હતું તો નહોતી કરવી પ્રીત ઓછું શું આવ્યું સાથી સથવારો ત્યાગે બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે પંખીડાને આ પીંજરુ...... Bhajan Gazal Lyrics

Jagne jadva krushna govaliya જાગને જાદવા કૃષ્ણ ગોવાળીયા Bhajan lyrics in gujarati

Image
જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે ? જાગને જાદવા .......... ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા વડો રે ગોવાળિયો કોણ થાશે ? જાગને જાદવા .......... દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં કઢિયેલ દૂધ તે કોણ પીશે ? જાગને જાદવા .......... હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો ભૂમિનો ભાર તે કોણ વહેશે ?  જાગને જાદવા .......... જમુનાને તીરે ગૌધણ ચરાવતાં મધુરીશી મોરલી કોણ વહાશે ? જાગને જાદવા .......... ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે બૂડતાં બાંયડી કોણ સહાશે ?  જાગને જાદવા .......... Bhajan Gazal Lyrics