Karm no sangathi Rana Maru koi nathi.કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી Bhajan lyrics in gujarati
હે ... કર્મનો સંગાથી રાણા મારૂ કોઇ નથી...
કે લખ્યા એના જુદા જુદા લેખ (2)... કર્મનો
સંગાથી...
એક રે ગાયના દો દો વાછરુ,
લખ્યા એના જુદા જુદા લેખ
એક રે બન્યો શિવજીનો પોઠીયો,
બીજો કાંઇ ઘાંચીડાને ઘેર...
કર્મનો સંગાથી.....
એક રે માતાના દો દો દીકરા,
લખ્યા એના જુદા જુદા લેખ
એક ને માથે રે છત્તર ઝૂલતા,
બીજો કાંઇ ભારા વેચી ખાય...
કર્મનો સંગાથી.....
એક રે માટીના દો દો મોરિયા,
લખ્યા એના જુદા જુદા લેખ
એક ને મોરિયો શિવજીની ગળતી,
બીજો કાંઇ મસાણે મૂકાય.....
કર્મનો સંગાથી.....
એક રે પથ્થરના દો દો ટુકડા,
લખ્યા એના જુદા જુદા લેખ,
એક ની બની રે પ્રભુજીની મૂરતી,
બીજો કાંઇ ધોબીડાને ઘાટ...
કર્મનો સંગાથી.....
એક રે વેલાના દો દો તુંબડા,
કે લખ્યા એના જુદા જુદા લેખ,
એક રે તુંબડુ સાધુજીના હાથમાં,
બીજુ કાંઇ રાવળીયાને ઘેર...
કર્મનો સંગાથી.....
એક રે વાંસની દો દો વાંસળી,
કે લખ્યા એના જુદા જુદા લેખ,
એક રે વાંસળી કાનજી કુંવરની,
બીજી વાગે વાદીડાને ઘેર...
કર્મનો સંગાથી.....
એક રે માતાના દો દો બેટડા,
લખ્યા એના જુદા જુદા લેખ,
એક રે બેટો ચોરાશી ધૂણી તપે,
બીજો લખચોરાશી માંહ્ય...
કર્મનો સંગાથી.....
રોહીદાસ ચરણે મીરાબાઇ બોલીયા,
દેજો અમને સંત ચરણમાં વાસ.
કર્મનો સંગાથી.....

Comments
Post a Comment