Posts

Jis din raja taro janam huo re જીસ દિન રાજા તારો જનમ‌ હુઓ રે Bhajan lyrics in gujarati

Image
જીસ દિન રાજા તારો જનમ હુઓ વાગે કાંઈ નગારાના નિશાન રે, જોષીડા તેડાવો આપણા શહેરના આવા રુડા જોશ તો જોવરાવો રે નામ તો ધરાવો રાજા ભરથરી.... લીલુડા વઢાવું રાજા હું તો વાંસડા મહેલમાં મઢુલી બનાવુ રે, આસન નખાવું રુડા ઘાંસના બેઠા તમે મોજુ હવે માણો રે. હવે તો વિચારો રાજા ભરથરી.... તમારા મહેલમા રાણી અમે નહી રહીએ નહી લઈએ અન્ન કે પાણી રે, ભીક્ષા આપો ને મૈયા પીંગલા રે હાલી જાય જોગીડાની જમાતુ રે, ભીક્ષ રે આપી દ્યો મૈયા પીંગલા.... નવ લાખ હાથી રાજા તારે આંગણ જુલે અઢાર લાખ ઘોડાની ધમસાણું રે, બાણું લાખ દુજે રાજા તારે માળવો આવી તારી ઉજેણીની શોભા રે, હવે તો વિચારો રાજા ભરથરી.... દિપકને જોલો લાગ્યો પવનનો નરને જોલો લાગ્યો નારીનો રે, સંતને જોલો લાગ્યો શબ્દનો સદગુરુ પાર તમે ઉતારો રે, હવે તો વિચારો રાજા ભરથરી.... ભગવા રંગાવું રાજા હુંતો લુગડાં ચાલુ હુ તો તમારી સંગાથે રે, ધુણી રે પાણીની સેવા રાજા હુ કરું મને દાસી કહીને બોલાવો રે, હવે તો વિચારો રાજા ભરથરી.... અમારી સંગાથે રાણી નહી તમે દુનિયા અવળું વિચારે રે, દુનિયા સમજે કે બાવો ઘરબારી બાલુડાનો ભેખ તો લજાય રે ભીક્ષ રે આપી દ્યો મૈયા પીંગલા.... કાંતો રે રાજા તે તો ભા...

Sona vatakadi re kesar gholya valamiya સોના વાટકડી રે, કેસર ઘોળ્યાં વાલમિયા Garba lyrics in gujarati

Image
સોના વાટકડી રે, કેસર ઘોળ્યાં વાલમિયા લીલો તે રંગનો છોડ, રંગમાં રોળ્યાં વાલમિયા.... નાક પરમાણે નથડી સોઈ રે વાલમિયા ટીલડીની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં વાલમિયા.... કાન પરમાણે ઠોળીયાં સોઈ રે વાલમિયા ઠોળીયાંની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં વાલમિયા.... ડોક પરમાણે હારલાં સોઈ રે વાલમિયા તુળસીની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં વાલમિયા.... હાથ પરમાણે ચૂડલાં સોઈ રે વાલમિયા ગુજરીની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં વાલમિયા.... કેડ પરમાણે ઘાઘરો સોઈ રે વાલમિયા ઓઢણીની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં વાલમિયા.... પગ પરમાણે કડલાં સોઈ રે વાલમિયા કાબિયુંની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં વાલમિયા.... સોના વાટકડી રે, કેસર ઘોળ્યાં વાલમિયા લીલો તે રંગનો છોડ, રંગમાં રોળ્યાં વાલમિયા.... Bhajan Gazal Lyrics

Range rame anande rame aj navdurga range rame રંગે રમે આનંદે રમે રે, આજ નવદુર્ગા રંગે રમે Garba lyric in gujarati

Image
રંગે રમે આનંદે રમે રે, આજ નવદુર્ગા રંગે રમે આદિત્યે આવિયા અલબેલી  મંડપમાં મતવાલા રે ભમે આજ નવદુર્ગા રંગે રમે સોળ શણગાર માને અંગે સુહાવે  હીરલા રતન માને અંગે સમે આજ નવદુર્ગા રંગે રમે મંગળવારે માજી છે ઉમંગમાં  ચાચર આવીને ગરબે રમે આજ નવદુર્ગા રંગે રમે બુધવારે માજી બેઠા વિરાજે  રાસ વિલાસ માએ ગાયો છે આજ નવદુર્ગા રંગે રમે ગુરુવારે મા ગરબે રમે છે  ચંદન પુષ્પ તે માને ગમે આજ નવદુર્ગા રંગે રમે શુક્રવારે માજી ભાવ ધરીને  હેતે રમે તે માને ગમે આજ નવદુર્ગા રંગે રમે શનિવારે મહાકાળી થયા છે  ભક્ત ભોજન માને ગમતા જમે આજ નવદુર્ગા રંગે રમે વલ્લભ કહે માને ભાવે ભજો ને  રાસ વિલાસ ગાયો સૌએ અમે આજ નવદુર્ગા રંગે રમે Bhajan Gazal Lyrics

Mre te gamde ekvar avjo મારે તે ગામડે એક વાર આવજો. Garba lyrics in gujarati

Image
મારે તે ગામડે એક વાર આવજો... હે આવો ત્યારે મને સંદેશો કહાવજો મારે તે ગામડે એક વાર આવજો મારાં માખણીયા મીઠાં મીઠાં ચાખજો મારે તે ગામડે એક વાર આવજો મીઠાં માખણથી ભરી મટકી મારી આજ મનમોહન આવો તમે માખણ ખાવા કાજ મારે તે ગામડે એક વાર આવજો સૂનાં સૂનાં છે ગામ રાધાના શ્યામ વિના સૂનું સૂનું છે ગામ આજે ઘનશ્યામ વિના મારે તે ગામડે એક વાર આવજો અંતરનાં દ્વાર કહો ક્યારે ઉઘાડશો મીઠી મીઠી મોરલી ક્યારે વગાડશો હે જમનાને તીર રાસ ક્યારે રચાવશો મારે તે ગામડે એક વાર આવજો વાગ્યા મૃદંગ હો રે.. જાગ્યા ઉમંગ કંઈ આવ્યા પ્રસંગ રંગભીના હો મારાં માખણીયા મીઠાં મીઠાં ચાખજો મારે તે ગામડે એક વાર આવજો Bhajan Gazal Lyrics

Ma tu pava ma pragtani bhavani ma kalika re lol મા, તું પાવામાં પ્રગટાણી,ભવાની મા કાળી કાલિકા રે લોલ.Garba lyrics in gujarati

Image
મા, તું પાવામાં પ્રગટાણી, ભવાની મા કાલિકા રે લોલ. મા, તારે ડુંગરીયે ચડવું તે,  અતિ ઘણું  દોહ્યલું રે લોલ. મા, તારો મંડપની શોભાય કે,  મુખથી શી કહું રે લોલ. મા,ત્યાં તપ કરતા દીઠા કે,  વિશ્વા મિત્ર ઋષિ રે લોલ. મા, તારા ડાબા જમણા કુંડ કે,  ગંગા જમના સરસ્વતી રે લોલ. મા,તારાં કૂકડિયાં દશવીશ કે,  કોઈ રણમાં ચઢે રે લોલ. લીધાં ખડ્ગ ને ત્રિશૂલ કે,  અસુરને મારિયો રે લોલ. ફાટી ઉદર નીકળ્યા બહાર કે,  અસુરને હાથે હણ્યો રે લોલ. આવી નોરતાંની નવરાત્ર કે,  મા ગરબે રમે રે લોલ. માએ છૂટા મેલ્યા કેશ કે,  ફૂદડી બહુ ફરે રે લોલ. માજીએ સો સો સજ્યા શણગાર કે,  રમિયાં રંગમાં રે લોલ. ઓઢી અંબર કેરી જોડ કે,  ચરણા ચૂંદડી રે લોલ. માએ કરી કેસરને આડ કે,  વચમાં ટીલડી રે લોલ. સેંથે ભરિયો છે સિંદૂર કે,  વેણ કાળી નાગણી રે લોલ. માને દાંતે સોનાની રેખ કે,  ટીલીની શોભા ઘણી રે લોલ. પાયે ઝાંઝરનો ઝમકાર કે,  વાગે ઘૂઘરા રે લોલ. ચોસઠ બહેનો મળી છે ત્યાંય કે,  શણગાર શોભા ઘણી રે લોલ. આવું રૂડું ચૌટું ચાંપાનેર કે,  વચમાં ચોક છે રે લોલ. ગરબો ગાયે છે વલ્લ...

Adhya shakti tujne namu re bahuchara ganpat lagu pay આદ્ય શક્તિ તુજને નમુ રે બહુચરા ગણપત લાગુ પાય Garba lyrics in gujarati

Image
આદ્ય શક્તિ તુજને નમુ રે બહુચરા ગણપત લાગુ પાય દીન જાણીને દયા કરો બહુચરા મુખે માંગુ તે થાય આદ્યશક્તિ તુજને નમુ......... વાણી આપોને પરમેશ્વરી રે બહુચરા ગુણ તમારા ગવાય ચોસઠ બેની મળી સામટી રે બહુચરા માનસરોવર જવાય આદ્યશક્તિ તુજને નમુ.........… સર્વે મળી કીધી સ્થાપના રે બહુચરા ધરાવ્યો બહુચર નામ સામસામા બે ઓરડા રે બહુચરા સોનુ ખડે સો નાર આદ્યશક્તિ તુજને નમુ........ શુંભ નિશુંભને હાથે હણ્યા બહુચરા બીજા અનેક અસુર રક્તબીજને તમે મારીયા રે બહુચરા રક્ત ચલાવ્યા પુર આદ્યશક્તિ તુજને નમુ........ જોવા તે મરઘા બોલાવીયા રે બહુચરા દેત્ય તણા પેટમાંય ખડી માથે ખોડા કર્યો રે બહુચરા સ્ત્રી માથે પુરુષ આદ્યશક્તિ તુજને નમુ........… હૈયુ નથી જોને હાલતુ યે બહુચરા કઠણ આવ્યો કાળ ધરમ ગયો ધરણી ધસી રે બહુચરા પુણ્ય ગયું પાતાળ કર જોડીને વિનવું રે બહુચરા વલ્લભ તારો દાસ ચરણ પખાળી તુજને નમુ રે બહુચરા કરજો પુરી આશ આદ્યશક્તિ તુજને નમુ......... Bhajan Gazal Lyrics

Dholida dhol dhimo dhimo vagad na ઢોલીડા ઢોલ ધીમો, ધીમો વગાડ ના Garba lyrics in gujarati

Image
ઢોલીડા ઢોલ ધીમો, ધીમો વગાડ ના રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના ધ્રૂજે ના ધરતી તો રમઝટ કહેવાય ના, રમઝટ કહેવાય ના, રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, પૂનમની રાતડી ને આંખડી ઘેરાય ના,  આંખડી ઘેરાય ના રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના,  રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, હો....ચમકતી ચાલ અને ઘૂઘરી ઘમકાર હો....નૂપુરના નાદ સાથે તાળીઓના તાલ ગરબે ઘૂમતા માને કોઈથી પહોંચાય ના,  કોઈથી પહોંચાય ના રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના,  રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, હો....વાંકડિયા વાળ અને ટીલડી લલાટ હો....મોગરાની વેણીમાં શોભે ગુલાબ નીરખી નીરખીને મારું મનડું ધરાયના,  મનડું ધરાય ના રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના,  રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, હો....સોળે શણગાર સજી, રૂપનો અંબાર બની હો....પ્રેમનું આંજણ આંજી, આવી છે માડી મારી આછી આછી ઓઢણીમાં રૂપ માનું માય ના,  તેજ માનું માય ના રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ ના, ધીમે વગાડ ના, રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ન...