તમે વિશ્વાસી નરને કાં વેડો માણારાજ રે Tame vishwasi nare ne ka velo mana raja re Bhajan lyrics in gujarati
તમે વિશ્વાસી નરને કાં વેડો માણારાજ રે નર રે નુગરા ની હારે નેણલો ના કરીએ રે જી ધણી તારા નામનો રે પાઠ રે મંડાણો રેજી ઝળહળ જ્યોતું દર્શાણી મારા માણારાજ રે નર રે નુગરા ની હારે નેણલો ના કરીએ રે જી હંસલો ને બગલો બેય એકજ રંગના હો જી ઓલા બગલા ખૂંદે કાદવ ગારો માણારાજ રે નર રે નુગરા ની હારે નેણલો ના કરીએ રે જી સાચા ખોટા બોલી ને આવે મંદિરીયે રેજી ઓલા નુગરા બજારુ માં મળે માણારાજ રે નર રે નુગરા ની હારે નેણલો ના કરીએ રે જી ગુરુ ને પ્રતાપે સતી તોરલ બોલ્યા રે જી મારા સાધુડા અમરાપુર માં માલે માણારાજ રે નર રે નુગરા ની હારે નેણલો ના કરીએ રે જી Bhajan Gazal Lyrics