Posts

malyo manushya avtar mand kari ne Bhajan lyrics...મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને Bhajan lyrics in gujarati

Image
મળ્યો મનુષ્ય જન્મ અવતાર માંડ કરીને, તેં તો ભજયા નહીં ભગવાન હેત કરી ને, અંતે ખાશો જમનાં માર પેટ ભરીને, માટે રામ નામ સંભાર મળ્યો મનુષ જનમ અવતાર... ગઈ પળ પાછી ફેર ન આવે,  મુરખ મૂઢ ગમાર, ભવસાગરની ભુલવણીમાં,  વીતી જશે જુગ ચાર ;ફેરા ફરીને  માટે રામનામ સંભાર મળ્યો મનુષ જનમ અવતાર... જઠરાગ્નિમાં જુગતે રાખ્યો,  નવ માસ નિરાધાર, સ્તુતિ કીધી અલબેલાની,  બા'ર ધર્યો અવતાર ; માયામાં મોહીને...  માટે રામનામ સંભાર... મળ્યો મનુષ જનમ અવતાર... કલજુગ કુડો રંગે રૂડો કહેતા ન આવે પાર, જપ તપ તીરથ કછુ ન કરિયાં,  એક નામ આધાર કૃષ્ણ કહીને...  માટે રામનામ સંભાર... મળ્યો મનુષ જનમ અવતાર... ગુરુગમ પાયો મનમેં સાચો,  જુક્તિ કરી જદુરાય, ગંગાદાસકું જ્ઞાન બતાયો,  રામદાસ મહારાજ ; દયા કરીને...  માટે રામનામ સંભાર... મળ્યો મનુષ જનમ અવતાર... મળ્યો મનુષ્ય જન્મ અવતાર માંડ કરીને, તેં તો ભજયા નહીં ભગવાન હેત કરી ને, અંતે ખાશો જમનાં માર પેટ ભરીને, માટે રામ નામ સંભાર મળ્યો મનુષ જનમ અવતાર... Bhajan Gazal Lyrics

shurvir ne tu joy ne prani kayar thay ne bhagish ma Bhajan lyrics...શૂરવીર ને તું જો‌ઈને પ્રાણી..Bhajan lyrics in gujarati

Image
શૂરવીરને તું જોઈને પ્રાણી કાયર થઈને ભાગીશમાં કાયર પણાની વાતો કરીને બીજાને બીવડાવીશમાં સીધે મારગડે જો કોઈ ચાલે એને મારગ અવળો બતાવીશમાં પરાયાનું સારૂં જોઈને દિલડું તારું દુભાવીશમાં શૂરવીરને તું જોઈને પ્રાણી...... સુગંધની તને ખબર ન હોય તો ફૂલડાને તું તોડીશમાં પાણી ન પાતો ચાલશે, પણ, ઊગતા છોડ ઉખેડીશમાં શૂરવીરને તું જોઈને પ્રાણી...... દાન ન દેતો, દયા રાખજે બોલીને કોઈનું બગાડીશમાં સમજ્યા વિનાની વાતો કરીને મૂરખમાં નામ નોંધાવીશમાં શૂરવીરને તું જોઈને પ્રાણી...... હરિના ભજનમાં જઈને પ્રાણી  ઘરની વાતો ઉખેડીશમાં શબ્દ સમજ્યા વિન તાલને ટેકે  માથું તારું ધુણાવીશમાં શૂરવીરને તું જોઈને પ્રાણી...... નાથ ક્રીપાથી નાવ મળ્યું છે પ્રભુની કૃપાથી નાવ મળ્યું એને ઊંઘમાં ઊંધું વાળીશમાં કહે પુરુષોત્તમ ગુરુ પ્રતાપે અવસર એળે ગુમાવીશમાં શૂરવીરને તું જોઈને પ્રાણી...... શૂરવીરને તું જોઈને પ્રાણી કાયર થઈને ભાગીશમાં કાયર પણાની વાતો કરીને બીજાને બીવડાવીશમાં Bhajan Gazal Lyrics

masti me mai mast bana hu Bhajan lyrics ...મસ્તી મે મેંય મસ્ત બના હું Bhajan lyrics in gujarati

Image
મસ્તી મેં મેંય મસ્ત બના હું , અબ તો મેંય મદ માતા હું જૂઠે ઝઘડે છોડ કે અબ તો,  હરિ ભજન કો ગાતા હું. મસ્તી મેં મેંય મસ્ત બના હું........ રાજા રંક ફકીર યા સાધુ,  સબકો મિલને જાતા હું ગુરૂ કૃપા સે હાથ જોડકર,  સબ કો શિશ ઝુકાતા હું. મસ્તી મેં મેંય મસ્ત બના હું........ ભલા-બૂરા જો કોઇ કહે,  પર ધ્યાન ન ઉસપે લગાતા હુ, યારો મેય હું દાસ તુમારા,  યું કેહકર સમજાતા હું. મસ્તી મેં મેંય મસ્ત બના હું........ અબ્દુલ સતાર હેય નામ મેરા,  દાસ સતાર કેહલાતા હું મેરા મુરશીદ હેય રંગીલા,  યારો મંય રંગ રાતા હું. મસ્તી મેં મેંય મસ્ત બના હું........ મસ્તી મેં મેંય મસ્ત બના હું , અબ તો મેંય મદ માતા હું જૂઠે ઝઘડે છોડ કે અબ તો,  હરિ ભજન કો ગાતા હું. મસ્તી મેં મેંય મસ્ત બના હું........ Bhajan Gazal Lyrics

vhem bhuli Prem ma bharpur thato jav chhun bhajan lyrics..વહેમ ભૂલી પ્રેમમાં ...Bhajan lyric in gujarati

Image
વહેમ ભૂલી પ્રેમમાં ભરપૂર થાતો જાવ છું સત્ય અહિંસક શસ્ત્રધારી શુર થતો જાવછું વહેમ ભૂલી પ્રેમમાં ભરપૂર થાતો જાવ છું પ્રેમ પંથે ચાલતા આતમ બને પરમાત્મા એ વિચારે વહેમ થી દુર થતો જાવ છું વહેમ ભૂલી પ્રેમમાં ભરપૂર થાતો જાવ છું પ્રેમમય થઈને પ્રભુના નામની માળા જપુ ભક્ત ના ઉપનામથી મશહુર થાતો જાવ છુ વહેમ ભૂલી પ્રેમમાં  ભરપૂર થાતો જાવ છું એક સત ના નૂરથી આ વિશ્વની છે ઉત્પતી નૂરમા લય થાવ છુ, નૂર થાતો જાવ છુ વહેમ ભૂલી પ્રેમમાં ભરપૂર થાતો જાવ છું છે અમીમય આંખડી મારા સદગુરુ ની સતારશા એમની નજરોમા મંજૂર થાતો જાવ છુ વહેમ ભૂલી પ્રેમમાં ભરપૂર થાતો જાવ છું વહેમ ભૂલી પ્રેમમાં ભરપુર થાવ છું સત્ય અહિંસક શસ્ત્રધારી શુર થતો જાવ છું વહેમ ભૂલી પ્રેમમાં ભરપૂર થાતો જાવ છું Bhajan Gazal Lyrics

Moj ma revu moj a revu Bhajan lyrics...મોજમાં રે'વુ મોજમાં રે'વુ Bhajan lyrics in gujarati

Image
મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે... અગમ અગોચર અલખધણીની ખોજમાં રેવું રે...                                                   મોજમાં રેવું... કાળમીંઢ પાણાના કાળજાં ચીરીને કૂંપળું ફૂટે રે, આભ ધરા બીચ રમત્યું હાલે, ખેલ ના ખૂટે રે, આ લહેર આવે લખલાખ રત્નાકરની લૂંટતા રહેવું રે...                                                   મોજમાં રેવું...     કાળ કરે કામ કાળનું એમાં કાંઈ ન હાલે રે, મરવું જાણે મરજીવા ઇ તો રમતા તાલે રે, એનો અંત આદિ નવ જાણ્ય તારે તો તરતા રહે રે...                                                              મોજમાં રેવું... લાય લાગે તોય બળે નઇ એવા...

Kab hu mile Piya Mera govind Bhajan lyrics...कब हुं मिले पिया मेरा गोविंद Bhajan lyrics in hindi

Image
 कबहुं मिलै पिया मेरा गोबिन्द चरण कंमल को हंस हंस देखु राखूं नैणां नेरा  कबहुं मिलै पिया मेरा गोबिन्द निरखणकुं मोहि चाव घणेरो कब देखुं मुख तेरा  कबहुं मिलै पिया मेरा गोबिन्द ब्याकुल प्राण धरे नहिं धीरज मिल तुं मीत सबेरा  कबहुं मिलै पिया मेरा गोबिन्द मीरा के प्रभु गिरधर नागर ताप तपन बहुतेरा  कबहुं मिलै पिया मेरा गोबिन्द Bhajan Gazal Lyrics

Rang de chunariya shyam Piya more lyrics...रंग दे चुनरीया श्याम पिया मोरे Bhajan lyrics in hindi

Image
रंग दे चुनरीया श्याम पिया मोरे रंग दे चुनरीया श्याम पिया मोरे रंग दे चुनरीया ऐसी रंग दे के रंग नाही छुटे ऐसी रंग दे रंग दे रंग दे के रंग नाही छूटे धोबिया धुए चाहे ये सारी उमरिया श्याम पिया मोरे रंग दे चुनरीया लाल न रंगवू में हरी ना रंगावु अपने ही रंग में रंग दे चुनरीया श्याम पिया मोरे रंग दे चुनरीया बिना रंगाये मई तो घर नाही जाउंगी बिना रंगाये मे तो घर नाही जाउंगी श्याम पिया मोरे रंग दे चुनरीया मीरा के प्रभु गिरिधर नागर प्रभु चरण में हरी चरन में श्याम चरण में लागी नजरिया श्याम पिया मोरे रंग दे चुनरीया रंग दे चुनरीया श्याम पिया मोरे रंग दे चुनरीया श्याम पिया मोरे रंग दे चुनरीया Bhajan Gazal Lyrics