shurvir ne tu joy ne prani kayar thay ne bhagish ma Bhajan lyrics...શૂરવીર ને તું જોઈને પ્રાણી..Bhajan lyrics in gujarati
શૂરવીરને તું જોઈને પ્રાણી
કાયર થઈને ભાગીશમાં
કાયર પણાની વાતો કરીને
બીજાને બીવડાવીશમાં
સીધે મારગડે જો કોઈ ચાલે
એને મારગ અવળો બતાવીશમાં
પરાયાનું સારૂં જોઈને
દિલડું તારું દુભાવીશમાં
શૂરવીરને તું જોઈને પ્રાણી......
સુગંધની તને ખબર ન હોય તો
ફૂલડાને તું તોડીશમાં
પાણી ન પાતો ચાલશે,
પણ, ઊગતા છોડ ઉખેડીશમાં
શૂરવીરને તું જોઈને પ્રાણી......
દાન ન દેતો, દયા રાખજે
બોલીને કોઈનું બગાડીશમાં
સમજ્યા વિનાની વાતો કરીને
મૂરખમાં નામ નોંધાવીશમાં
શૂરવીરને તું જોઈને પ્રાણી......
હરિના ભજનમાં જઈને પ્રાણી
ઘરની વાતો ઉખેડીશમાં
શબ્દ સમજ્યા વિન તાલને ટેકે
માથું તારું ધુણાવીશમાં
શૂરવીરને તું જોઈને પ્રાણી......
નાથ ક્રીપાથી નાવ મળ્યું છે
પ્રભુની કૃપાથી નાવ મળ્યું એને
ઊંઘમાં ઊંધું વાળીશમાં
કહે પુરુષોત્તમ ગુરુ પ્રતાપે
અવસર એળે ગુમાવીશમાં
શૂરવીરને તું જોઈને પ્રાણી......
શૂરવીરને તું જોઈને પ્રાણી
કાયર થઈને ભાગીશમાં
કાયર પણાની વાતો કરીને
બીજાને બીવડાવીશમાં

Comments
Post a Comment