malyo manushya avtar mand kari ne Bhajan lyrics...મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને Bhajan lyrics in gujarati
મળ્યો મનુષ્ય જન્મ અવતાર માંડ કરીને,
તેં તો ભજયા નહીં ભગવાન હેત કરી ને,
અંતે ખાશો જમનાં માર પેટ ભરીને,
માટે રામ નામ સંભાર
મળ્યો મનુષ જનમ અવતાર...
ગઈ પળ પાછી ફેર ન આવે,
મુરખ મૂઢ ગમાર,
ભવસાગરની ભુલવણીમાં,
વીતી જશે જુગ ચાર ;ફેરા ફરીને
માટે રામનામ સંભાર
મળ્યો મનુષ જનમ અવતાર...
જઠરાગ્નિમાં જુગતે રાખ્યો,
નવ માસ નિરાધાર,
સ્તુતિ કીધી અલબેલાની,
બા'ર ધર્યો અવતાર ;
માયામાં મોહીને...
માટે રામનામ સંભાર...
મળ્યો મનુષ જનમ અવતાર...
કલજુગ કુડો રંગે રૂડો કહેતા ન આવે પાર,
જપ તપ તીરથ કછુ ન કરિયાં,
એક નામ આધાર કૃષ્ણ કહીને...
માટે રામનામ સંભાર...
મળ્યો મનુષ જનમ અવતાર...
ગુરુગમ પાયો મનમેં સાચો,
જુક્તિ કરી જદુરાય,
ગંગાદાસકું જ્ઞાન બતાયો,
રામદાસ મહારાજ ; દયા કરીને...
માટે રામનામ સંભાર...
મળ્યો મનુષ જનમ અવતાર...
મળ્યો મનુષ્ય જન્મ અવતાર માંડ કરીને,
તેં તો ભજયા નહીં ભગવાન હેત કરી ને,
અંતે ખાશો જમનાં માર પેટ ભરીને,
માટે રામ નામ સંભાર
મળ્યો મનુષ જનમ અવતાર...

Comments
Post a Comment