tame bhango mara daldani bhranta તમે ભાંગો મારા દલડાની ભ્રાંતા Bhajan lyrics in gujarati
તમે ભાંગો મારા દલડાની ભ્રાતા...
તમે ખોલો મારા રૂદિયાના તાળા...
મારા દુખ દારિદ્રય મટી જાતા...
ગુણપતિ દાતા મેરે દાતા
ગુણપતિ દાતા
મૂળ મહેલમાં વસે ગુણેશા
ગુરુ-ગમસે ગમ પાત
ગુણપતિ દાતા...............
રૂમઝુમ રૂમઝુમ નેપુર બાજે
મધુર ચાલ ચલંતા
ગુણપતિ દાતા...............
ખીર ખાંડને અમૃત ભોજન
ગુણપતિ લાડુ પાતા
ગુણપતિ દાતા...............
ધૂપ ધ્યાનને કરું આરતી
ગુગળના ધૂપ હોતા
ગુણપતિ દાતા................
તોરલ પુરીજી રૂખડિયો બોલ્યા
મરજીવા મોજું પાતા
ગુણપતિ દાતા..............

Comments
Post a Comment