shilvant sdhu ne vare vare namiyeશીલવંત સાધુને વારે વારે નમીએ Bhajan lyrics in gujarati

શિલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઇ
જેના બદલે નહી વર્તમાન

ચિત્તની વૃતિ સદાય નિર્મળ  રહેવે ને
જેને મહારાજ થયા મહેરબાન
શિલવંત સાધુને ..................................

શત્રુને મિત્ર જેને એકે નહી
ઊરમાં પરમારથથી જેને પ્રિત
મન કર્મ વાણીથી વર્તનમાં રહેવે
રૂડી પાડે એવી રીત
શિલવંત સાધુને ...................................

આઠ પ્રહાર મન મસ્ત થઇ રહેવે
જાગી ગયો તુરીયાનો તાર
નામને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યા
સદાય ભજનનો આહાર
શિલવંત સાધુને ....................................

સંગતું તમે જ્યારે એવાની કરશો
ઊતરશા ભવ પાર
"ગંગાસતી" રે એમ બાલિયાને રે
જેને વચન સાથે વહેવાર
શિલવંત સાધુને ......................................

shilvant sdhu ne vare vare namiyeશીલવંત સાધુને વારે વારે નમીએ Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati