Shanti pamade tene sant kahiye શાંતિ પમાડે તેને સંત કહીએ Bhajan lyrics in gujarati
શાંતિ પમાડે એને સંત કહીએ
એના દાસના દાસ થઇને રહીએ
શાંતિ પમાડે એને ..................
વિદ્યાનું મૂળ મારા ગુરૂજીએ બતાવ્યું
ત્યારે મહેતાનો માર શીદ ખાઇએ
શાંતિ પમાડે એને ...................
કીધા ગુરૂ અને બોધ નવ આપે
ત્યારે તેના તે ચેલા શીદ થઇએ
શાંતિ પમાડે એને ....................
વૈધની ગોળી ખાતાં દુખ ના જાયે
ત્યારે તેની તે ગાળી શીદ ખાઇએ
શાંતિ પમાડે એને .....................
રાજાની નોકરીમાં ભૂખ નવ ભાંગે
ત્યારે તેની તે વેઠ શીદ કરીએ
શાંતિ પમાડે એને ......................
નામ અમૂલ્ય મારા ગુરૂએ બતાવ્યું
ને એ તો ચોટયું છે હૈયામાં જ ઇને
શાંતિ પમાડે એને ........................
"મહેતા નરસૈંયા" ની વાણી છે સારી
તો શામળાના શરણે જઇએ
શાંતિ પમાડે એને ..........................

Comments
Post a Comment