Shantina denara ram ne na samarya શાંતિના દેનારા રામને ન સમર્યા Bhajan lyrics in gujarati
શાંતિ દેનારા રામ ને ન સમર્યા
એનો એળે ગયા જન્મારો
હે મનવા તારા ભાગ્યમાં રહ્યો ભટકારો
દેવાને દુર્લભ એવા મળ્યો છે મનુષ્ય દેહ
તારા પૂર્વના શુભ કર્મ હજારો
અમુલખ સમય મળ્યો તૃપ્તિ માટે
એમાં તૃષ્ણાએ કર્યો વધારો
હે મનવા તારા ................................
વિષય રસને માન્યા મીસરી
તને હરિ રસ લાગે ખારો
સંત સાધુનો સંગ કર્યો નહી.
અને સંગ કર્યો છે નઠારો
હે મનવા તારા ................................
કંચન કામિની હાસ્ય વિનોદમાં
વખત ગુમાવ્યો તેં તારો
વૃતિ તારી ચડી વંટોળે
જેમ ચડે છે ગુબ્બારો
હે મનવા તારા ...................................
નાત જાત ઊત્પાત અંતરમાં
ખેલ ખલ્યો છે તે નઠારો
"અમરદાસ" તું મોયો માયામાં
તને ક્યાંથી જડશે કિનારો
હે મનવા તારા ...................................

Comments
Post a Comment