Shane kare chhe Vilap Kaya Rani શાને કરે છે વિલાપ કાયારાણી Bhajan lyrics in gujarati
શાને કરે છે વિલાપ કાયારાણી,
શાને કરે છે વિલાપ રે
તારે ને મારે હવે કાંઇનથી,
કાયારાણી રે, એમ જીવરાજા કહે છે જી
ઘણા દિવસનો ઘરવાસ આપણે,
ઘણા દિવસનો ઘરવાસ રે
મેલી ન જાઓ મને એક્લી,
જીવરાજા રે એમ કાયા રાણી કહે છે જી
મમતા મેલી દે તું માહ્યલી રે,
છોડી દે અંતરથી તું આશ રે
રજા નથી રે મારા રામની,
કાયારાણી રે, એમ જીવરાજા કહે છે જી
અઘોર વનની માંહ્ય જીવરાજા,
અઘોર વનની માંહ્ય રે
મેલી મત જા મને એકલી,
જીવરાજા રે એમ કાયા રાણી કહે છે જી
શાને કરો છો વિલાપ કાયારાણી,
શાને કરો છા વિલાપ રે
ચિંતાના મુકામ આવીયા,
કાયારાણી રે, એમ જીવરાજા કહે છે જી
કયારે થાશે મિલાપ આપણે,
ક્યારે થાશે મિલાપ રે
તમે તો વચન દઇ સીધાવજો,
જીવરાજા રે એમ કાયા રાણી કહે છે જી
હતી ભાડુતી વેલ કાયારાણી,
હતી ભાડુતી વેલ રે
આતા લેણ દેણ ના સબંધ છે,
કાયારાણી રે, એમ જીવરાજા કહે છે જી
દૂર નથી મુકામ આપણા,
દૂર નથી મુકામ રે
મને આટલે પહોંચાડી સીધાવજો,
જીવરાજા રે એમ કાયા રાણી કહે છે જી
છેલ્લા છે રામ રામ કાયારાણી,
છેલ્લા છે રામ રામ રે
જાવું છે ધણી ના દરબારમાં,
કાયારાણી રે, એમ જીવરાજા કહે છે જી
"પુરૂષોતમ"ના સ્વામી શામળા,
ભકતો તણા રખેવાળ રે
સાચા સગા છે એ તો સર્વના,
કાયારાણી રે, એમ જીવરાજા કહે છે જી

Comments
Post a Comment