satguru saheb jai fariyane Prem jyot prakashi re સતગુરુ સાહેબ જઈ ફરિયાને પ્રેમજ્યોત પ્રકાશી રે Bhajan lyrics in gujarati
સતગુરુ સાહેબ જઇ ફરીયાને પ્રેમ જ્યાત પ્રકાશી રે ..
અખંડ જાપતો આયો આ તમારો કટી કાળ કી ફાંસી રે ..
ગગન ગરજીયા શ્રવણે સુણીયા, મેઘ જ બારામાસી રે ..
ચમક દામીની ચમકન લાગી, વોહી ભયા ઊદાસી રે ..
સતગુરુ સાહેબ જઇ ફરીયાને ....
જીવપણામાં ઝાલર વાગે, ઉદય ભયા અવિનાશી રે ..
ગેબ તણા ઘડીયારા વાગે, દૈત્યદળ ગયા નાસી રે ..
સતગુરુ સાહેબ જઇ ફરીયાને ....
મહી વલોયા માખણ પાયા, ગ્રંથ તણા ગમ નાસી રે ..
ચાર સખી મીલ ભયા વલોણા, અમરલોકના વાસી રે ..
સતગુરુ સાહેબ જઇ ફરીયાને ...
સત્યદ્વીપને શાયર નાહી, નાહી ધરણી આકાશી રે ..
એક નિરંતર આતમ બોલે, સા વિધ રિલા પ્યાસી રે ..
સતગુરુ સાહેબ જઇ ફરીયાને ...
ગેબ નિરંતર ગુરુમુખ બોલ્યા, દેખા શ્યામ સુહાગી રે …
સ્વપન ગયાને સાહેબ પાયા, ભાણ ભયા અવિનાસી રે..
સતગુરુ સાહેબ જઇ ફરીયાને ...
Comments
Post a Comment