Sayaji ne kejo re atli Mari vinati re સાંયાજીને કેજો રે આટલી મારી વિનંતી રે Bhajan lyrics in gujarati
સાંયાજીને કેજો રે આટલી અમારી વિનંતી
જઇને કહેજો આટલો અમારો સંદેશ
સાંયાજીને કેજો રે ....
પ્રભુજીને મળવા રે, હાલોને સખી શૂન્યમાં
સર્વે સાહેલી પહેરી લેજો ભગવો ભેખ
સાંયાજીને કેજો રે .....
વીતી હોય તે જાણે રે,પરવીતી શું પ્રિતડી રે
કુંવારી શું જાણે મારા નાથ નો વિયોગ
સાંયાજીને કેજો રે .....
દાસી છું તમારી રે, દર્શન કારણે દુબડી રે
દાસી ને દર્શન દેજોને હંમેશ
સાંયાજીને કેજો રે ....
ભીમ ગુરૂ ચરણે રે, "દાસી જીવણ" બોલ્યા
દેજો અમને સંત ચરણમાં વાસ
સાંયાજીને કેજો રે ....

Comments
Post a Comment