Sanam na bhed to bhedu Vina Sanjay nahi સનમનાં ભેદ તો ભેદુ વિના સમજય નહિ Bhajan lyrics in gujarati
સનમનાં ભેદ તો ભેદુ વિના સમજાય નહીં,
એની માયાનો પાર કોઇથી પમાય નહી
સનમનાં........
સનમ નામી છે, અનામી છે, સર્વયામી છે,
ધ્યાનમાં જોઉં છું પણ ભાનમાં દર્શાય છે
સનમનાં........
પ્રભુ અરુપી છે, બહુરુપ ધરી ખેલ કરે છે,
જ્ઞાન દ્રષ્ટિ વિના કોઇ દ્રષ્ટિએ પરખાય નહી
સનમનાં........
મુખડું મલકાવીને ઝાખી કરી સંતાઇ ગયા,
ઊર્મિઓ કેમ હૃદયમાં પછી વળખાય નહી
સનમનાં........
એની ઇરછાને આધીન થઇને બની રહે છે તે,
સુખમા છલકાય નહીંને દુખમાં ગભરાય નહી
સનમનાં........
પ્રેમ ભકિતના રંગે કાવ્ય કંડીકાઓ રચી,
પ્રેમી ભકત સનમ વિણ અન્યના ગુણ ગાય નહી
સનમનાં.........
જુઓ "સતાર શાહ" હું એમના એ મારા છે
જેને હું ચાહું છું તે કેમ મુજને ચ્હાય નહી
સનમનાં..........

Comments
Post a Comment