samjan jivan mathi jay સમજણ જીવનમાંથી જાય Bhajan lyrics in gujarati
સમજણ જીવનમાંથી જાય
જીવનમાંથી જાય તો તો પછી જોવા જેવી થાય
સમજણ જીવનમાંથી............
પિતાજીના એક વચન ખાતર, રામજી વનમાં જાય
આજનો રામલો વૃધ્ધાશ્રમમાં, બાપને મેલવા જાય
સમજણ જીવનમાંથી............
ચેલા હતો આરૂણી, એની યાદે ઉર ઊભરાયજી
આજનો ચેલો માસ્તર સાહેબને શિવાજી બીડીયું પાય
સમજણ જીવનમાંથી.............
ચૌદ વરસનું રાજ મળ્યું, છતાંય ભરત ના ફુલાયજી
પાંચ વરસનો આ પ્રધાન આજે, કોઇથી ઝાલ્યો ના જાય
સમજણ જીવનમાંથી.............
મંદિરીયામાં બેઠા પ્રભુજી, મનમાં બહુ મુંઝાયજી
ભાવ વિનાના આ ભકતો આવીને, દશીયું ફેંકતા જાય
સમજણ જીવનમાંથી.............

Comments
Post a Comment