saheb ko sambharunga સાહેબકો સંભારુંગા Bhajan lyrics in gujarati
સાહેબકા સંભારુંગા, તજુંગા મોહનિંદ્રા
ધણી તુજકો ધારુંગા, મૈં મારુંગા ઘેલી મમતા
કાળીંગાના કટક ચડીયા, અજબ શહેર રચાઉંગા
શહેર પર છડીદાર રાખું, શહેર ના લુંટાઉંગા
સાહેબકો સંભારુંગા.........
કાળીંગાકો કાટ ડાલું, ઘોડે પે જીન ડાલુંગા
ભલે પાંચ ચડે યા પચીસ ચડે, મૈં તો નર અકેલા જાઉંગા
સાહેબકા સંભારુંગા..........
ત્રિવેણી રંગ મહેલમે મૈં, ઝળહળ જ્યોત જલાઉંગા
ચડુંગા નર અકેલા મૈં, ચોર પકડી લાઉંગા
સાહેબકા સંભારુંગા...........
હાથ જોડી હુકમ માગું, મૈં કાયા કો કરમાઉંગા
એમ બોલ્યા છે "કપડચંદ જોગી", પુરણ મુજરા પાઉંગા
સાહેબકા સંભારુંગા............

Comments
Post a Comment