ramto jogi re kyathi avyo રમતો જોગી રે ક્યાંથી આવ્યો Bhajan lyrics in gujarati
રમતો જોગી રે ક્યાંથી આવ્યો
આવી મારી નગરીમાં અલખ જગાયો રે
વેરાગણ હુંતો રે બની.....
કાચી કેરી રે, આંબા કેરી ડાળે
એની રક્ષાયું કરે છે, કોયલરાણી રે
વેરાગણ હું તો રે બની.....
કોરી ગાગર રે, ઠંડા પાણી
એના પાણીડા ભરે છે, નંદ કેરી રાણી રે
વેરાગણ હું તો રે બની.....
કાને કુંડળ રે, જટાધારી
એને નમન કરે છે નર અને નારી રે
વેરાગણ હું તો રે બની.....
બોલ્યા બોલ્યા રે, "લીરલબાઇ"
મારા સાધુડા તો, અમરાપુરમાં મ્હાલે રે
વેરાગણ હુંતો રે બની.....

Comments
Post a Comment