ramne shidne bhuli jay રામને શીદને ભૂલી જાય Bhajan lyrics in gujarati
ચેત સમજ મન હરિનું ભજન કર
ભજન કરે સુખ થાય
રામને શીદને ભૂલી જાય.
સેવા ભકિત આ કળી કાળમાં
ઊત્તમ ધર્મ ગણાય
અનુરાગી થઇ વર્તે જગતમાં,
બંધન મુક્તિ થાય.
રામને શીદને.......
અભિમાને અને અજ્ઞાને
બાંધ્યા તે જ ફસાય
પ્રભુ સમર્પણ કર્મ કરો શુભ
આનંદ અંગે ન માય.
રામને શીદને.......
મનુષ્ય દેહ મળ્યો અતિ દુર્લભ
શીદને તું ગભરાય
રામ ભરોસો રાખ હૃદયમાં
સુખ દુ:ખ આવેને જાય.
રામને શીદને.......
સેવા ભક્તિ પ્રેમ સહિત કર
ત્યારે સત્ય જણાય
"દાસ સતાર" કહે કર જોડી
સર્વ સ્થળે જગ રાય.
રામને શીદને........

Comments
Post a Comment