Ram rahe em rehvu duniyama રામ રાખે એમ રેહવુ દુનિયામા Bhajan lyrics in gujarati
રામ રાખે એમ રહેવું દુનિયામાં
કોઇ ને કાંઇ ન કહેવું.
દુનિયામાં રામ રાખે...............
પ્રભુ ભજ્યા એને પ્રથમ પડયું,
અનહદ સંકટ કેવું
મોર દ્વવજ માથે કરવત માડી,
અંગડું અડધું લેવું.
દુનિયામાં રામ રાખે...............
એકલી હાલી કાંધે ઊપાડી,
કોણ આવે કોને કહેવું
તારાંદે પાસે ત્રાંબીયો ન મળે,
દાણ મસાણ નું દેવું.
દુનિયામાં રામ રાખે................
ક્રોધ કરી એક દી હરણાંકસ કોપ્યો,
નામ ન રામનું લેવું
મારવોતો પુત્ર ને ત્યાં પોતે મરી ગયો,
કારણ બન્યું જુઓ કેવું
દુનિયામાં રામ રાખે................
અજ્ઞાનની હોય આંટી અંતરમાં,
તો તજી દેવી એવી ટેવું
"નાગ" કહે નારાયણ પ્રતાપે,
સુખ દુખ બંનેને સહેવું
દુનિયામાં રામ રાખે.................

Comments
Post a Comment