pritam varni chundadi ne mahasant odhvane malya પ્રિતમ વરની ચૂંદડીને મહાસંત ઓઢવાને મળ્યા Bhajan lyrics in gujarati
પ્રિતમ વરની ચૂંદડી રે,
મહાસંતો ઓઢવાને મળિયા રે;
જે રે ઓઢે તે અમ્મર રે'વે,
અકળ કળામાં જઈ ભળિયા રે.
પ્રીતમ વરની...............
પવન સરુપી મેહુલા ઊઠિયા,
વરસે વેરાગની વાદળિયું રે ;
ગગન ગરજે ને ઘોર્યું દિયે,
ચોઈ દશ ચમકી વીજીળયું રે.
પ્રિતમ વરની.................
વિચાર કરીને વણ વાવિયું,
વણ તો મુનિવરનું ઠરિયું રે ;
આનંદ સ્વરૂપી ઊગિયું,
ફાલી ફૂલડે બહુ ફળિયું રે.
પ્રિતમ વરની.................
વિગતેથી વણ ને વીણિયું,
સીતારામ ચરખે જઈ ચડિયું રે ;
જ્ઞાન ધ્યાનના એમાં બૂટા ભર્યા,
વણનારા વેધુએ વણિયું રે.
પ્રિતમ વરની..................
સોય લીધી સતગુરુ સાનની,
દશનામ દોરા એમાં ભરિયા રે ;
સમદ્રષ્ટિથી ખીલાવી ચૂંદડી,
રંગ નિત સવાયા ચડિયા રે.
પ્રિતમ વરની..................
મનનો માંડવડો નાંખિયો,
ગીતડાં ગાયાં છે સાહેલિયું રે
માયાનો માણેકથંભ રોપિયો,
ઉમંગની ખારેકું વેચાણિયું રે.
પ્રિતમ વરની...................
શિવે બ્રહ્માને સોંઢયા જાનમાં,
સરતી સમરતીજાનડિયું રે ;
ગમના ગણેશ બેસાડિયા,
સાબદી થઈ છે વેલડિયું રે.
પ્રીતમ વરની.................
હાકેમ રથ લઈને હાલિયા,
જાનું અહોનિશ ચડિયું રે ;
ગુરુ પરતાપે મૂળદાસ બોલિયા,
ઈ મારગે વૈંકુંઠ મળિયું રે.
પ્રિતમ વરની................

Comments
Post a Comment