pratham pehla Puja tamari mangalmurti vala પ્રથમ પહેલા પૂજા તમારી મંગળમૂર્તિવાળા Bhajan lyrics in gujarati

પ્રથમ પહેલાં પૂજા તમારી,
 મંગળ મૂર્તિવાળા
કોટી વંદન તમને સૂંઢાળા,
 નમીએ નાથ રૂપાળા
ગજાનન મંગળ મૂર્તિવાળા 

પ્રથમ સમરીએ નામ તમારા, 
ભાંગે વિઘન અમારા
શુભ શુકનીએ તમને સમરીએ,.
 દીન દયાળુ દયાવાળા ગજાનન
પ્રથમ પહેલાં પૂજા......

સંકટ હરણને અધમ ઓધારણ,
 ભય ભંજન રખવાળા
સર્વે સફળતા તમથી ગુણેશા, 
સર્વે સ્થળે સરવાળા ગજાનન
પ્રથમ પહેલાં પૂજા......

અકળ ગતિ છે મારા નાથ તમારી, 
જય જય નાથ સૂંઢાળા
દુઃખડા હરી અમને સદબુધ્ધિ આપજો,
 ગુણના એક દંતવાળા ગજાનન
પ્રથમ પહેલાં પૂજા......

જગત ચરાચર ગણપતિદાતા, 
હાનિ હરોને હરખાળા
સેવક સમરે ગણપતિ ગુણને,
 મારા ઉરમાં કરો અજવાળા ગજાનન
પ્રથમ પહેલાં પૂજા......

pratham pehla Puja tamari mangalmurti vala પ્રથમ પહેલા પૂજા તમારી મંગળમૂર્તિવાળા Bhajan lyrics in gujarati
Bhajan Gazal Lyrics

Comments

Popular posts from this blog

ચંદ્રમૌલિ ચંદ્રશેખર હે ત્રિપુરારી Chandramauli chandrashekhar he tripurari Bhajan lyrics in gujarati

Sadhu re guru bin ghor andhera સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા Bhajan lyrics in gujarati

Kaikeyi taro bharatji bhale ne gadiye ave કૈકેયી તારો ભરતજી ભલેને ગાદીએ આવે Bhajan Lyrics in gujarati